ફાઇનૅન્શ્યલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ પિસ્તાવાળી કુનાફા ચૉકલેટ વિશ્વના ખૂણેખૂણે બનવા લાગી હોવાથી એની તંગી સર્જાઈ છે.
કુનાફા નામની મિડલ-ઈસ્ટર્ન સ્વીટ
૨૦૨૧માં દુબઈના હાઈ-એન્ડ ચૉકલેટિયર ફિક્સે ‘Cant Get Knafeh of it’ નામની ખાસ ચૉકલેટ લૉન્ચ કરી હતી. આ ચૉકલેટની જાડી શીટમાં પિસ્તા ફ્લેવરની કુનાફા નામની
મિડલ-ઈસ્ટર્ન સ્વીટ ભરેલી છે. આ કુનાફા ચૉકલેટ હવે વિશ્વભરમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે એને કારણે પિસ્તાની ખપત વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આ વાઇરલ ચૉકલેટને કારણે વિશ્વભરમાં પિસ્તાની શૉર્ટેજ ઊભી થઈ છે.
આમ તો કુનાફા ચૉકલેટ ૨૦૨૧માં લૉન્ચ થઈ હતી, પરંતુ ડિસેમ્બર ૨૦૨૩માં એક વિડિયોને કારણે સોશ્યલ મીડિયામાં એ ખૂબ હિટ થઈ હતી. વાઇરલ સેન્સેશન બની જતાં હવે અનેક લોકો દુબઈ જેવી કુનાફા ચૉકલેટ બાર બનાવવા લાગ્યા છે. ફાઇનૅન્શ્યલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ પિસ્તાવાળી કુનાફા ચૉકલેટ વિશ્વના ખૂણેખૂણે બનવા લાગી હોવાથી એની તંગી સર્જાઈ છે.


