Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નવા અમેરિકન કાયદાને કારણે ભારત રશિયા પાસેથી ઑઇલની ખરીદી ઘટાડી શકે છે

નવા અમેરિકન કાયદાને કારણે ભારત રશિયા પાસેથી ઑઇલની ખરીદી ઘટાડી શકે છે

Published : 23 September, 2026 12:08 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોનલ્ડ ટ્રમ્પે રશિયન આ‍ૅઇલ ખરીદતા દેશો પર આકરો ટૅક્સ લાદવાની સત્તા મેળવતાં ભારતીય કંપનીઓ ચિંતિત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના નવા પ્રતિબંધોને કારણે ભારત નવેમ્બરમાં રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદીમાં મોટો ઘટાડો કરી શકે છે. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે એક નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદા હેઠળ રશિયન ઑઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધી ટૅરિફ લાદવાની સત્તા અમેરિકન સરકારને મળી છે. આ પ્રતિબંધના ડરથી ભારતીય ઑઇલ રિફાઇનરીઓએ હવે અન્ય દેશોમાંથી ક્રૂડ ઑઇલ મેળવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે.

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઑઇલ ખરીદનાર દેશ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તનાવ અને ઊંચા ભાવને કારણે ભારતે છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની કુલ આયાતમાંથી અડધુંથી વધુ ઑઇલ રશિયા પાસેથી ખરીદ્યું છે. જોકે સપ્ટેમ્બરમાં ભારતની રશિયન ઑઇલની આયાત ઘટીને દૈનિક ૧૯ લાખ બૅરલ થવાની શક્યતા છે. આંકડાઓ મુજબ ગયા સપ્તાહના અંતે ભારતને રશિયન ક્રૂડ ૧૨,૬૩૫ રૂપિયા (૧૩૩ ડૉલર) પ્રતિ બૅરલના ભાવે મળતું હતું.



ભારત સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ૧.૪ અબજ લોકો માટે સસ્તી ઊર્જા મેળવવી એ તેમની પ્રાથમિકતા છે. નિષ્ણાતો અનુસાર જ્યાં સુધી રશિયન ઑઇલ સસ્તા ભાવે મળતું હોય ત્યાં સુધી ભારતે એની ખરીદી ચાલુ રાખવી જોઈએ અને અમેરિકાની ધમકીઓને અવગણવી જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 12:08 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK