Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં ઈંધણ-સંકટ, ભારતે મોકલ્યું ૫૦૦૦ ટન ડીઝલ

બંગલાદેશમાં ઈંધણ-સંકટ, ભારતે મોકલ્યું ૫૦૦૦ ટન ડીઝલ

Published : 11 March, 2026 11:02 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશમાં ઈંધણની વધતી જતી કટોકટી વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવીને ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બંગલાદેશમાં ઈંધણની વધતી જતી કટોકટી વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવીને ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલ્યું છે. ભારત અને બંગલાદેશ વચ્ચે પાઇપલાઇન કરાર થયા બાદ ડીઝલનો પુરવઠો હવે ફરી શરૂ થયો છે. દ્વિપક્ષીય કરાર હેઠળ ભારતથી પાઇપલાઇન દ્વારા બંગલાદેશમાં ૫૦૦૦ ટન ડીઝલનું શિપમેન્ટ મોકલવામાં આવી રહ્યું છે. આ ડીઝલ પાર્વતીપુર સરહદ દ્વારા બંગલાદેશમાં પ્રવેશ કરશે.

બંગલાદેશ પેટ્રોલિયમ કૉર્પોરેશન (BPC)ના ચૅરમૅન મુહમ્મદ રેઝાનુર રહમાને જણાવ્યું હતું કે ‘ભારતથી પાઇપલાઇન દ્વારા બંગલાદેશમાં ૫૦૦૦ ટન ડીઝલ આયાત કરવામાં આવી રહ્યું છે. અમારો ભારત સાથે કરાર છે અને એ કરાર મુજબ ભારત દર વર્ષે પાઇપલાઇન દ્વારા બંગલાદેશને ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરશે. હાલમાં આવી રહેલું ૫૦૦૦ ટન ડીઝલ એ કરારનો એક ભાગ છે. કરાર મુજબ છ મહિનાની અંદર બંગલાદેશમાં ઓછામાં ઓછું ૯૦,૦૦૦ ટન ડીઝલ આયાત કરવું પડશે. અમે આગામી બે મહિનામાં છ મહિનાનો પુરવઠો આયાત કરવાની આશા રાખીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 11:02 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK