કોલંબિયામાં ૨૩ વર્ષની કરેન જુલિએથ ઓજેડા રૉડ્રિગ્સ નામની ‘ધ ડૉલ’ તરીકે કુખ્યાત ગૅન્ગસ્ટરની પોલીસે તેના ભૂતપૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં ધરપકડ કરી છે
પ્રતીકાત્મક તસવીર
કોલંબિયામાં ૨૩ વર્ષની કરેન જુલિએથ ઓજેડા રૉડ્રિગ્સ નામની ‘ધ ડૉલ’ તરીકે કુખ્યાત ગૅન્ગસ્ટરની પોલીસે તેના ભૂતપૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. તેના પર આ હત્યા સિવાય પણ અનેક હાઈ પ્રોફાઇલ મર્ડરકેસ નોંધાયેલા છે. કોલંબિયાના ગ્રામીણ વિસ્તારમાં એક સુધરાઈ વિસ્તારમાં એક ગૅન્ગ માટે તેણે ઘણાં મર્ડર કર્યાં હતાં. ડેવી જીઝસ નામના તેના ભૂતપૂર્વ પ્રેમીને નાણાકીય મુદ્દે સુલેહ કરવા માટે તેણે એક જગ્યાએ બોલાવ્યો હતો અને તેના પર ‘ધ ડૉલ’ના સાથીદારોએ ગોળીઓ વરસાવી હતી. આ કેસમાં પોલીસે તેના બીજા સાથીદારોની પણ ધરપકડ કરી છે. ‘ધ ડૉલ’ એટલી ખતરનાક હતી કે કોલંબિયામાં તેના નામની દહેશત ઊભી થઈ હતી.


