રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું ઝૂ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું ઝૂ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બન્ને સરકારો પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૮૦ એકરમાં વિશ્વનું સૌથી મોટું ઝૂ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા મુજબ, કોરોના મહામારીના કારણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો છે. જોકે હવે એને બે વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ ઝૂને ‘ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યુ ઍન્ડ રિહૅબિલિટેશન કિંગડમ’ તરીકે ઓળખવામાં આવશે.

