Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > News in Short: મોરબી બ્રિજ હોનારત : જયસુખ પટેલને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા

News in Short: મોરબી બ્રિજ હોનારત : જયસુખ પટેલને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા

Published : 09 February, 2023 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયસુખ પટેલની કંપની આ બ્રિજના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી

જયસુખ પટેલ (તસવીર મિડ-ડે)

News In Short

જયસુખ પટેલ (તસવીર મિડ-ડે)


મોરબી બ્રિજ હોનારત : જયસુખ પટેલને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા


ગુજરાતના મોરબીની અદાલતે ગઈ કાલે ઓરેવા ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલના પોલીસ-રિમાન્ડની મુદત પૂરી થતાં તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા. મોરબીમાં બ્રિજ હોનારતના કેસમાં તેઓ એક આરોપી છે. જયસુખ પટેલની કંપની આ બ્રિજના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી. તેમણે ૩૧ જાન્યુઆરીએ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. 



પાકિસ્તાને ૧૯૦ હિન્દુઓને ભારતમાં આવતાં અટકાવ્યા


ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.): પાકિસ્તાનની ઑથોરિટીઝે સિંધ પ્રાંતમાં રહેતા ૧૯૦ હિન્દુઓને ભારતમાં જતાં રોક્યા હતા. ઑથોરિટીએ એના કારણ વિશે જણાવ્યું હતું કે આ લોકો ભારતમાં તેમની મુલાકાતના હેતુ વિશે સંતોષજનક જવાબ નહોતા આપી શક્યા. સિંધ પ્રાંતના અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકો અને મહિલાઓ સહિત જુદા-જુદા હિન્દુ પરિવારો ભારતમાં જવા માટે મંગળવારે વાઘા બૉર્ડર પર પહોંચ્યા હતા. તેઓ ધાર્મિક યાત્રા માટેના વિઝા પર ભારત જવા ઇચ્છતા હતા. જોકે પાકિસ્તાનની ઇમિગ્રેશન ઑથોરિટીઝે તેમને મંજૂરી નહોતી આપી, કેમ કે તેઓ ભારત જવા માટેનું યોગ્ય કારણ નહોતા આપી શક્યા. હિન્દુ પરિવારો સામાન્ય રીતે ધાર્મિક યાત્રા માટેના વિઝા મેળવીને આવે છે અને એ પછી લાંબા સમય સુધી ભારતમાં જ રોકાઈ જાય છે. 

આ પણ વાંચો : Dell Layoffs: હવે આ ટેક કંપની કરશે 6 હજારથી વધુ લોકોની છટણી, જાણો વિગત


ઝૂમ કરશે ૧૩૦૦ કર્મચારીઓની છટણી

વૉશિંગ્ટન : છટણી કરનારી ટેક કંપનીઓમાં ઝૂમ પણ સામેલ થઈ ગયું છે. આ કંપનીએ એના સ્ટાફના અંદાજે ૧૫ ટકા એટલે કે લગભગ ૧૩૦૦ કર્મચારીઓની છટણી કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. ઝૂમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઍરિક યુઆને જણાવ્યું હતું કે દરેક ડિપાર્ટમેન્ટને આ છટણીની અસર થશે. ઍરિકે લખ્યું હતું કે ‘અમે અમારી ટીમને ૧૫ ટકા ઘટાડવાનો તેમ જ ૧૩૦૦ કલીગ્ઝને ગુડબાય કહેવાનો મુશ્કેલ પણ જરૂરી નિર્ણય કર્યો છે.’

ભારતમાં ૩૦ લાખ લોકોને પૂરનું જોખમ : સ્ટડી 

નવી દિલ્હી : ભારતમાં લગભગ ૩૦ લાખ લોકોને ગ્લેશિયર પીગળવાને કારણે સર્જાયેલાં જળાશયોને કારણે પુરનું જોખમ હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ લોકો આ જોખમ હેઠળ છે. બ્રિટનની ન્યુકૅસલ યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ (ગ્લોફ)નું સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારો વિશે પ્રથમ વૈશ્વિક આકારણી કરી એનો અહેવાલ અભ્યાસરૂપે જનરલ નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત કરાયો છે, જે અનુસાર ૧.૫૦ કરોડ લોકો પુરના જોખમ હેઠળ છે.  

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK