અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant-Radhika Wedding)ના બહુપ્રતિક્ષિત લગ્નની ખૂબ જ શુભ શરૂઆત તરીકે, અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં સ્થિત એક વિશાળ મંદિર સંકુલમાં 14 નવા મંદિરોનું નિર્માણ કર્યું છે
તસવીર: રિલાયન્સ ફાઉન્ડેશનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
કી હાઇલાઇટ્સ
- અંબાણી પરિવારે જામનગરમાં સ્થિત એક વિશાળ મંદિર સંકુલમાં 14 નવા મંદિરોનું નિર્માણ કર્યું
- પ્રખ્યાત શિલ્પકારો દ્વારા મંદિરની કળા વર્ષો જૂની તકનીકો અને પરંપરાઓનો ઉપયોગ કરાયો
- પ્રિ-વેડિંગ ફંક્શન ગુજરાતમાં જામનગર ખાતે ૧ માર્ચથી ૩ માર્ચ દરમિયાન યોજાશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant-Radhika Wedding)ના બહુપ્રતિક્ષિત લગ્નની ખૂબ જ શુભ શરૂઆત તરીકે, અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં સ્થિત એક વિશાળ મંદિર સંકુલમાં 14 નવા મંદિરોનું નિર્માણ કર્યું છે.
જટિલ રીતે કોતરેલા સ્તંભો, દેવી-દેવતાઓના શિલ્પો, ફ્રેસ્કો-શૈલીના ચિત્રો અને પેઢીઓના કલાત્મક વારસાથી પ્રેરિત આર્કિટેક્ચર દર્શાવતા, આ મંદિર (Anant-Radhika Wedding) સંકુલ લગ્નની ઉજવણીના કેન્દ્રમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને સ્થાન આપે છે.
ADVERTISEMENT
પ્રખ્યાત શિલ્પકારો દ્વારા જીવંત બનાવવામાં આવેલ, મંદિરની કળા વર્ષો જૂની તકનીકો અને પરંપરાઓનો ઉપયોગ કરાયો છે. આ પહેલ સ્થાનિક કારીગરોની અવિશ્વસનીય કૌશલ્યને પ્રકાશિત કરે છે, જે ભારતીય વારસો, પરંપરા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
View this post on Instagram
જામનગર (Anant-Radhika Wedding)ના મોતીખાવાડી સ્થિત મંદિર સંકુલમાં સ્થાનિક લોકો અને કારીગરો સાથે વાર્તાલાપ કરતી વખતે નીતા અંબાણીએ તેમના દ્વારા બનાવેલી કલાકૃતિઓ વિશે માહિતી મેળવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. મંદિર પરિસરમાં હાજર સ્થાનિક લોકો અને કારીગરોએ કહ્યું કે, આનાથી તેમને એવું લાગે છે કે તેઓ પણ આ લગ્નની ઉજવણીનો ભાગ છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં વ્યસ્ત છે, જે 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે. આ એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હશે, જેમાં ઘણી ટોચની હસ્તીઓ પણ ભાગ લેશે, જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિત ઘણા લોકપ્રિય ભારતીય કલાકારો પોતપોતાના પરિવારો સાથે તહેવારની ઉજવણી કરશે. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે સલમાન ખાન જામનગર પણ જશે. અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ ભાગ લેશે.
અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાના, દિલજિત અને અરિજિત કરશે પર્ફોર્મ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાના, દિલજિત દોસંજ, અરિજિત સિંહ અને અન્ય પર્ફોર્મ કરશે એવી ચર્ચા છે. અનંત અને રાધિકાનાં લગ્નનાં પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાશે. આ ફંક્શન પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી ચાલશે. તેમ જ અજય-અતુલ સહિત અન્ય મ્યુઝિશ્યન પણ જોવા મળશે એવી ચર્ચા છે. ટેલર સ્વિફ્ટ પણ પર્ફોર્મ કરશે એવી ચર્ચા ચાલી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ એમાં પર્ફોર્મ કરવાનાં હોવાની ચર્ચા છે. આ લગ્નમાં બૉલીવુડ અને સાઉથની ઘણી સેલિબ્રિટીઝ જોવા મળશે. તેમ જ પૉલિટિશ્યન્સ અને બિઝનેસમેનની ફૅમિલીઝ પણ જોવા મળશે. અનંત અને રાધિકાના ગોળધાણાની સેરેમની ૨૦૨૩ની ૧૯ જાન્યુઆરીએ મુંબઈમાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શન ગુજરાતમાં જામનગર ખાતે ૧ માર્ચથી ૩ માર્ચ દરમિયાન યોજાશે. પ્રિ-વેડિંગ ફંક્શન્સ પરંપરાગત છતાં ભવ્ય રીતે થવાની અપેક્ષા છે. જેમાં અનેક ઇન્ટરનેશનલ સેલિબ્રિટિઝ હાજર રહેવાની શક્યતા છે. બાદમાં આ કપલ ૧૨ જુલાઈએ મુંબઈ માં લગ્ન કરશે.