ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવાશે : વિજય રૂપાણી
વિજય રૂપાણી
ગુજરાતમાં લવ જેહાદના દૂષણને અટકાવવા માટે ગુજરાત સરકારે કમર કસી છે અને આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદના મુદ્દે બિલ લાવવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રચારકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગોધરામાં જાહેર સભાને સંબોધી હતી.
આ દરમ્યાન મીડિયા સાથે વાત કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘અલગ-અલગ ધર્મના લોકો કોઈ પણ બીજા ધર્મમાં દીકરી સાથે પ્રેમથી લગ્ન કરવા માગતા હોય તો એ અંગેના કાયદા કડક બનાવવામાં આવશે. લાલચથી, ફોસલાવીને, ધર્મપરિવર્તન અને એના આધાર પર લવ જેહાદનું દૂષણ ફેલાયું છે એને અટકાવવામાં આવશે. ગુજરાતમાં પણ લવ જેહાદનો અમે કડકમાં કડક કાયદો બનાવીશું અને એનું બિલ આગામી સત્રમાં લાવવામાં આવશે.’

