ગુરુવારે મહારાષ્ટ્રમાં બારમા ધોરણન પરિણામો જાહેર થયા બાદ મુંબઈ યુનિવર્સિટીએ ડિગ્રી પ્રોગ્રામ્સ માટે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવેશનું સમયપત્રક બહાર પાડ્યું છે
ફાઇલ તસવીર
ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં બારમા ધોરણન પરિણામો જાહેર થયા બાદ મુંબઈ યુનિવર્સિટી (Mumbai University)એ ડિગ્રી પ્રોગ્રામ્સ માટે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવેશનું સમયપત્રક બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓ 27 મેથી 12 જૂન સુધી ઑનલાઈન અને ઑફલાઈન બંને ફોર્મેટમાં પ્રવેશ ફોર્મ ભરી શકે છે.
શહેરમાં અભ્યાસક્રમ અને કૉલેજને ધ્યાનમાં લીધા વિના, વિદ્યાર્થીઓએ મુંબઈ યુનિવર્સિટીમાં એડમિશન માટે પ્રી-રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું ફરજિયાત છે, કારણ કે આ રજિસ્ટ્રેશન નંબર બાદમાં મુંબઈ યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજોની પ્રવેશ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મુંબઈ યુનિવર્સિટીમાં 27 મેના રોજ એડમિશન પ્રોસેસ શરૂ થવાની સાથે, પ્રી એડમિશન ફોર્મ પણ ઑનલાઇન મોડમાં ભરવું ફરજિયાત છે.
ADVERTISEMENT
ઇન-હાઉસ અને માઈનોરિટી ક્વોટામાં એડમિશન સંબંધિત કૉલેજોમાં જ થશે. મુંબઈ યુનિવર્સિટીના એડમિશન શેડ્યૂલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ મેરિટ લિસ્ટ 19 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમના એડમિશન કન્ફર્મ કરવા માટે 27 જૂન સુધીનો સમય મળશે. તેવી જ રીતે, બીજી મેરિટ યાદી 28 જૂને બહાર પડશે અને વિદ્યાર્થીઓએ 5 જુલાઈ સુધીમાં તેમની પ્રવેશ પ્રક્રિયા કન્ફર્મ કરવાની રહેશે અને ત્રીજું (અંતિમ) મેરિટ લિસ્ટ 6 જુલાઈએ જાહેર કરવામાં આવશે. મુંબઈ યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજોએ સમયપત્રકનું પાલન કરવું ફરજિયાત છે.
જ્યારે મોટાભાગની કૉલેજો HSC માર્કસના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે, ત્યારે કેટલીક લોકપ્રિય કૉલેજો તેમની પોતાની પ્રવેશ પરીક્ષાઓ યોજે છે. મીઠીબાઈ કૉલેજ અને એનએમ કૉલેજ દ્વારા આ વર્ષે એડમિશન માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અને બોર્ડના માર્કસનો આધાર લેવામાં આવશે.
આ પણ વાંચો: છબરડાની પણ હાઇટ
સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ માટે ઝેવિયર્સ એન્ટ્રન્સ ટેસ્ટ (XET) જૂનના પહેલા ભાગમાં લેવામાં આવશે અને સેલ્ફ-ફાઇનાન્સ પ્રોગ્રામ્સ માટે આયોજિત જય હિંદ કૉમન ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ 15 જૂને લેવામાં આવશે.