અહીં શીખો કઇ રીતે બનાવાય કાચો પાપડ પાકો પાપડ
આજની રેસિપી
સામગ્રી: છ પાપડના લૂઆ, છ શેકવાના પાપડ, બે ચમચી જીરાળુ, બે ચમચી ધાણાજીરું, એક ચમચી લીલાં મરચાંની પેસ્ટ, એક કપ બારીક સમારેલી કોથમીર, બે ચમચી તેલ.
રીત: પહેલાં બધા પાપડને શેકી લેવા અને પછી એનો અધકચરો ભૂકો કરી લેવો. પાપડનો લૂઓ લઈને એનો પાપડ વણી લેવો. પછી પાપડ પર તેલ લગાવીને જરૂર મુજબ મરચાંની પેસ્ટ લગાવવી. પછી એના પર આખા પાપડમાં મરચાનો ચૂરો લગાવી દેવાનો અને એના ઉપર જીરાળુ અને ધાણાજીરું લગાવીને પછી આખામાં બરાબર કોથમીર પાથરી દેવી. પછી કોથમીરને હલકા હાથે પાપડ પર દબાવી દેવી અને એનું ટાઇટ ગોળ બંડલ વાળી લેવું. એના ચારથી પાંચ રાઉન્ડ કાપા પાડી લેવા. સ્ટાર્ટર તરીકે પીરસી શકાય.
- હિના રાકેશ ઓઝા


