Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > અહીંની સૅન્ડવિચ એના સૅલડને લીધે ફેમસ છે

અહીંની સૅન્ડવિચ એના સૅલડને લીધે ફેમસ છે

Published : 25 April, 2026 06:33 PM | IST | Mumbai
Darshini Vashi

મલાડ-ઈસ્ટમાં આવેલો ચાર દાયકા જૂનો પપ્પુ સૅન્ડવિચનો સ્ટૉલ એની આઇકૉનિક સૅલડ સૅન્ડવિચને લીધે જાણીતો છે...

પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર

પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર


આજે સૅન્ડવિચ દરેક ગલીમાં મળતી થઈ ગઈ છે, પરંતુ અમુક સૅન્ડવિચનો ટેસ્ટ એવો તાળવે ચોંટી જાય છે કે લોકો એને ખાવા માટે દૂર-દૂર સુધી જતા જ નથી, વર્ષો સુધી એની રાહ પણ જોતા હોય છે. મલાડના આ સૅન્ડવિચ સ્ટૉલનું પણ આવું જ કંઈક છે. ૮ વર્ષ સુધી સ્ટૉલ બંધ રહ્યા બાદ એને ફરી શરૂ કરવામાં આવ્યો હોવા છતાં લોકો એનો ટેસ્ટ ભૂલ્યા નહોતા અને ખૂલતાંની સાથે ફરી અહીંની સૅન્ડવિચ ખાવા દોડી આવ્યા હતા.

મલાડ-ઈસ્ટમાં આવેલું પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર સંભાળતાં મોના સોલંકી કહે છે, ‘વર્ષો પહેલાં મારા દાદા સસરા અહીં સૅન્ડવિચનો નાનકડો સ્ટૉલ સંભાળતા હતા. ત્યાર બાદ મારા કાકા સસરાએ આ સ્ટૉલ સંભાળ્યો. જોકે કોઈક કારણસર આ સ્ટૉલ બંધ કરવો પડ્યો. અમને પણ સૅન્ડવિચ બનાવવા પર હથોટી હતી ખરી, પરંતુ હું અને મારા હસબન્ડ બન્ને જૉબ કરતાં હતાં એટલે આ વ્યવસાય તરફ વળ્યાં નહીં. જોકે કોરોનાએ લોકોની લાઇફ બદલી નાખી. કોરોનામાં અમે અમારો સૅન્ડવિચનો બંધ થઈ ગયેલો આ વ્યવસાય ફરી શરૂ કર્યો. જેવી રીતે અહીં પહેલાં સૅન્ડવિચ બનતી હતી એ જ રીતે અમે બનાવવા માંડ્યાં. અહીંની સૅન્ડવિચ પહેલાં સૅલડથી ઓળખાતી. પપ્પુની આઇકૉનિક સૅલડ સૅન્ડવિચ એ નામથી જ એ ઓળખાતી હતી. જેમ અત્યારે સૅન્ડવિચ પર સેવ, બટર, વેફર, ચટણીઓ વગેરે નાખવામાં આવે છે એમ અમારે ત્યાં ઉપર કોબી અને બીટનું સૅલડ નાખીને આપવામાં આવતું હતું જેને લીધે એ સૅલડ સૅન્ડવિચ તરીકે ઓળખાતી જે અમે ફરી બનાવવાનું શરૂ કર્યું અને લોકો ફરી આવવા લાગ્યા. અમારી કુલ્ચા સૅન્ડવિચ પણ એટલી જ પ્રખ્યાત છે. એમાં પણ અલગ-અલગ વરાઇટી મળે છે. હવે અમે પીત્ઝા, બર્ગર અને ફ્રાઇઝ પણ બનાવીએ છીએ.’

ક્યાં મળશે? : પપ્પુ સૅન્ડવિચ ઍન્ડ પીત્ઝા સેન્ટર, શાહ બિઝનેસ સેન્ટર, રાણી સતી માર્ગ, મલાડ-ઈસ્ટ, સમય : બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 06:33 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK