Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું : સાંચી પેસવાની

મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું : સાંચી પેસવાની

Published : 29 June, 2022 09:00 AM | Modified : 29 June, 2022 09:01 AM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

અભિનેત્રીનું કહેવું છે કે, ઓછામાં ઓછા સમયમાં પણ તે પોતાનું વૉર્ડરૉબ યોગ્ય રીતે ગોઠવી દે છે

અભિનેત્રી સાંચી પેસવાની શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

અભિનેત્રી સાંચી પેસવાની શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ


સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.


તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’માં જોવા મળેલી તેમજ અનેક ગુજરાતી અને હિન્દી નાટકો, સિરિયલો અને ફિલ્મોની અભિનેત્રી સાંચી પેસવાની (Sanchi Peswani) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...



સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?


જવાબ : મારા બન્ને ઘરે મારા મોટા-મોટા વૉર્ડરૉબ છે. (ખડખડાટ હસતાં હસતાં) છતાં મને કયારેક કપડાં માટે જગ્યા ઓછી પડે છે.

 


સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબ બહુ વ્યવ્સ્થિત રીતે ગોઠવાયેલું હોત તે વૉર્ડરૉબ એટલે સાંચીનું.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : ઘરમાં તો વૉર્ડરૉબ શૅર કરવાનો સવાલ જ નથી આવતો. કારણકે દરેકના પોતાના વૉર્ડરૉબ છે. પણ હા, બહારગામ કે નાટક-ફિલ્મની ટૂર વખતે મેં ક્યારેય કોઈની સાથે વૉર્ડરૉબ શૅર નથી કર્યું.

આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : દર અઠવાડિયે હું મારું વૉર્ડરૉબ ઑર્ગેનાઇઝ કરતી જ હોવ છું. મને બધું વેર-વિખેર હોય તે જરાય ગમતું નથી. મુંબઈના ઘરે મારું જે વૉર્ડરૉબ છે તે તો લગભગ દર અઠવાડિયે ગોઠવાતું હોય છે. જ્યારે કામશેતમાં આવેલા ફાર્મ હાઉસમાં જે વૉર્ડરૉબ છે તે હું સમય મળે ત્યારે ગોઠવું.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ :  દર અઠવાડિયે કપડાં ગોઠવતી રહું એટલે એક સાથે અરેન્જ કરવા બેસવું પડે તેવો વારો બહુ ઓછો આવે. મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું છું. એકવાર હું થાઇલેન્ડની સીધી મારા મુંબઈના ઘરે પહોંચી ત્યારે અડધા દિવસમાં જ આખું વૉર્ડરૉબ સાફ કરી દીધું. પછી બીજા દિવસે હું ફાર્મહાઉસ પર આવી અને ત્યાં મહેમાનો હતા એટલે ગોઠવવાનો સમય ન મળ્યો. પણ તરત જ ત્રીજા દિવસે એક કલાકમાં અહીં પણ બધું ગોઠવી દીધું હતું.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : હું દરેક કપડાં સેક્શન પ્રમાણે ગોઠવું. વૉર્ડરૉબમાં એક બાજુ જીન્સ તો બાજુમાં ટી-શર્ટની થપ્પી. એકતરફ સાડીની થપ્પી હોય અને બીજી બાજુ જીમના કપડાં.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ :  મારા યુએસપીને જ હું ટિપ્સ કહીશ. જો તમે સેક્શન પ્રમાણે ગોઠવણી કરો તો તમને એક-એક કપડું સમયસર મળી જાય.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના ક્યારેય નહીં. એવો વિચાર પણ નથી આવ્યો કે મારે ક્યારેય આવું કરવું જોઈએ.

આ પણ વાંચો : નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : સૌથી મોંઘુ તો નહીં કહું પણ હા એમ કહીશ કે બહુ જ મુલ્યવાન એવી એક સાડી છે મારી પાસે. મારી માસીએ મને ૧૯૭૧ની ગોલ્ડની બ્રોકેટ સાડી ભેટ આપી હતી. આ સાડીને ઍન્ટિક પીસ પણ કહી શકાય, કારણકે આ પ્રકારની સાડી હવે ક્યાં મળશે નહીં. આ ડિઝાઇન અને આ સારી મારા માટે સૌથી વધુ કિમતી છે.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ :  હું હંમેશા કમ્ફર્ટને વધુ મહત્વ આપીશ. મને જીન્સ-ટીશર્ટ કે પછી જે પણ કપડાં કમ્ફર્ટ આપે તે પહેરવા વધુ ગમે છે.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : ના મને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવા નથી ગમતા. મારી સ્ટાઇલ ‘કેઝ્યુલ ચિક’ છે. સામાન્ય રીતે કેઝ્યુલ કપડાંને એક ટ્વિસ્ટ્ કે પર્સનલ ટચ આપીને તેને હું ક્લાસિક બનાવી દઉં છું.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : જીન્સ-ટીશર્ટનું કોર્નર મારું મનપસંદ સેક્શન છે.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ :  જીન્સ-ટીશર્ટ, સલબાર-કમીઝ, સાડી, શોર્ટ્સ-ટીશર્ટ અને ધોતી આ પાંચ આઉટફિટ તમારા વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?

જવાબ : મારી સાથે ઘણા વર્ષો પહેલા સ્ટેજ પર એક બનાવ બન્યો હતો. Wardrobe Malfunctions તો નહીં કહેવાય, પરંતુ એવું જ કંઈક. નાટકના ચાલુ શોમાં મારી સાડીની પાટલીઓ છુટી ગઈ હતી. જોકે, મેં સુજબુજ વાપરીને ડાયલોગ બોલતા બોલતા પાટલીઓ વાળી દીધી હતી અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : તમારે જાતે નક્કી કરવાનું કે તમારા માટે શું સારું છે અને શું નથી. તેમજ ફેશનને તમારા પર રાજ નહીં કરવા દો, પણ તમે ફેશન પર રાજ કરો. ટ્રેન્ડને તમારા પર હાવી ન થવા દો. તમને જે ગમે તે પહેરો એ જ ખરા અર્થમાં ફેશન.

 

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 09:01 AM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK