Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નકામી જૂની સાડીમાંથી બનાવો હોમ ડેકોર આઇટમ્સ

નકામી જૂની સાડીમાંથી બનાવો હોમ ડેકોર આઇટમ્સ

Published : 26 October, 2026 06:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર સાડીમાંથી ટ્રેન્ડી અને એથ્નિક ટચ આપે એવી ચીજો ઘરે જ બનાવો

સાડીમાંથી બનેલા હોમ ડેકોર

સાડીમાંથી બનેલા હોમ ડેકોર


દિવાળીની સાફસફાઈ વખતે કબાટમાંથી એવી કેટલીયે જૂની સિલ્ક, બ્રોકેડ કે બાંધણીની સાડીઓ નીકળે છે જે હવે પહેરવામાં નથી આવતી. સામાન્ય રીતે આ સાડીઓ કાં તો કોઈને આપી દેવાય છે અથવા તો ખૂણામાં પડી રહે છે. આ વખતે આ જ સાડીઓ દ્વારા થોડી ક્રીએટિવિટી વાપરીને ઘરના ઇન્ટીરિયરને એકદમ રૉયલ અને ટ્રેન્ડી ટચ આપી શકાય છે.

ટેબલ-રનર



કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સાડીમાંથી ટેબલ-રનર બની શકે. સાડીના પલ્લુ કે બૉર્ડરને કાપીને ડાઇનિંગ ટેબલ કે સેન્ટર ટેબલ માટે રનર બનાવી શકાય છે. જો તમારી પાસે સિલ્ક જરીવાળી સાડી હોય તો એને ટેબલની સાઇઝ મુજબ કાપીને કિનારી પર ગોટાપટ્ટી અથવા ઝાલર લગાવી દો. આનાથી તમારા ટેબલને ક્લાસિક અને વાઇબ્રન્ટ લુક મળશે. કોઈ પણ તહેવારોમાં આ ટેબલ-રનર તમારા ઘરને યુનિક ફીલ કરાવશે.


ડેકોરેટિવ વૉલ પીસ

દિવાળીની પૂજા કરો એ જગ્યા પર અથવા વૉલ આર્ટ પીસ બનાવી શકાય. પૂજા માટે વાપરવી હોય તો  સાડીને દીવાલ પર પડદાની જેમ સજાવીને વચ્ચે ગલગોટાના ફૂલની માળાઓ ઉમેરી શકાય. જો વૉલ આર્ટ ગમે તો સાડીના સુંદર પટ્ટા કાપીને એને લાકડાની ફ્રેમમાં મઢીને ઍબ્સ્ટ્રૅક્ટ વૉલ આર્ટ પણ બનાવી શકાય છે.


ટ્રેડિશનલ તોરણ અને કુશન કવર

સાડીની હેવી બૉર્ડરનો ઉપયોગ કરીને દરવાજા માટે તોરણ બનાવી શકાય છે. બૉર્ડરની પાછળ અસ્તર લગાવી, એમાં નાના ઘૂંઘરૂ કે મોતી ઉમેરવાથી એ બજારમાં મળતાં મોંઘાં તોરણોને પણ ઝાંખાં પાડી દેશે. બાકી બચેલા કાપડમાંથી સોફા માટે મૅચિંગ કુશન કવર સીવડાવી શકાય છે, જે લિવિંગરૂમનો આખો દેખાવ બદલી નાખશે.

ટિપ્સ

 જો લિવિંગરૂમની દીવાલો આછા રંગની હોય તો ડાર્ક સિલ્ક કે બાંધણીની સાડીનો ઉપયોગ કરો, જેથી ડેકોરેશન ઊભરીને આવશે.

 સાડીના બૅકડ્રૉપ કે વૉલ પીસ પર ફેરી લાઇટ્સ ગોઠવવાથી રાતના સમયે રૉયલ લુક બમણો થઈ જશે.

 કુશન કવર કે ટેબલ-રનર બનાવતી વખતે પાછળના ભાગમાં સુતરાઉ અસ્તર ચોક્કસ મૂકો, જેથી કાપડ જલદી ખરાબ ન થાય.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK