ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
શિસ્તબદ્ધ રહો અને તમારાં લક્ષ્યો તરફ સ્થિર રીતે કાર્ય કરો. સ્વાસ્થ્ય પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે અને તમારે નિયમિતપણે કસરત કરવાનો અને શક્ય એટલું સ્વસ્થ ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. જે લોકો બાળકને જન્મ આપવા માગે છે તેઓ સકારાત્મક તબક્કામાં છે. જો તમે બીજા દેશમાં જવા માગતા હો તો આ સારો સમય છે.
સ્પાઉસ તરીકે ટૉરસ
ટૉરસ રાશિના લોકો વિશ્વસનીય અને સ્થિર લાઇફ-પાર્ટનર હોય છે. તેમનો વ્યવહારુ અભિગમ તેમને ક્યારેક કંટાળાજનક બનાવી શકે છે, પરંતુ લાંબા ગાળાની અને સુસંગત લગ્નલાઇફ માટે આ જરૂરી છે. જોકે તેમની જીદ અને પરિવર્તન પ્રત્યે પ્રતિકાર અચાનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે પડકારો ઊભા કરી શકે છે જેમાં પરિસ્થિતિ અનુસાર ઢળવાની જરૂર હોય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સ્વરોજગાર ધરાવતા બિઝનેસમેનોએ મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમને હૃદય અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
લાઇફ ટિપ : બીજા પર નિર્ભરતા રાખવાને બદલે પોતાના વ્યક્તિત્વના વિકાસને પોષવા માટે સમય કાઢો. પોતાને અને અન્યને નિયંત્રિત કરવાની વૃત્તિને છોડી દો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને એવી આદતો પર કામ કરો જેને બદલવાની જરૂર છે. જો શક્ય હોય તો તમારા માટે થોડો સમય કાઢો, ભલે એ થોડા કલાકો જ હોય.
લાઇફ ટિપ : તમારી વ્યક્તિગત ફિલસૂફી વિશે વિચારો અને તમે ખરેખર કોણ છો એ વિશે ધ્યાન આપો. તમારા દૃષ્ટિકોણને શૅર કરતા સમાન વિચારધારા ધરાવતા લોકોને શોધવાનો પ્રયાસ કરો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમને મળેલી કોઈ પણ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને નિર્ણય લેવામાં વધુ સમય બગાડો નહીં. રોકાણની વાત આવે ત્યારે તમારું પોતાનું રિસર્ચ કરો.
લાઇફ ટિપ : કોઈ પણ પડકારોના ઉકેલ શોધતી વખતે તમારા અંતર્જ્ઞાન અને કલ્પનાશક્તિ બન્નેનો ઉપયોગ કરો. વર્તમાન વિશેની સ્પષ્ટતા તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. નાની વિગતોને પણ અવગણવાનો પ્રયાસ ન કરશો. કોઈ એક મિત્રને થોડી વધારાની સમજણ અને સહાનુભૂતિની જરૂર છે.
લાઇફ ટિપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ જાણો. તમારામાં રહેલા નાના બાળક જેવા સ્વભાવ માટે સમય કાઢો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
નાની બાબતને લઈને કોઈ પણ અહંકારના મુદ્દામાં પડવાનું ટાળો. પોતાનો બિઝનેસ ધરાવતા લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી નિર્ણયો લેવાની જરૂર છે.
લાઇફ ટિપ : તમારાં કાર્યો કરુણાપૂર્ણ હોવાં જોઈએ, પરંતુ પરિસ્થિતિની જટિલતાને સમજવા માટે એને સારી રીતે ગોઠવવાં જોઈએ. આની સાથે તમારે શારીરિક સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની જરૂર છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ભલે નાના લાગતા એક આઇડિયા પર વિચાર કરવાની જરૂર છે કારણ કે એમાં સંભાવનાઓ રહેલી છે. જેઓ બાળક મેળવવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : ભવિષ્યમાં તમે ૧૦ વર્ષ ક્યાં રહેવા માગો છો એ વિશે વિચારો અને વચ્ચેના સમય માટે એનો માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરો. નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કાનૂની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ તેમની પાસે ઉપલબ્ધ બધા વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ. સિનિયર સિટિઝનોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
લાઇફ ટિપ : તમારી જાતને વ્યક્ત કરવાની રીતમાં પ્રામાણિક બનો અને પોતાને શાઇન કરવામાં ડરશો નહીં. ખચકાટ વિના તમે જે કંઈ કરો છો એમાં તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પરિવાર અને નજીકના મિત્રો સાથે વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનો પ્રયાસ ન કરશો, કારણ કે એ તમને થોડા સમય માટે જ સારું લાગે છે.
લાઇફ ટિપ : તમારા ગુસ્સાને તમારા પર હાવી થવા દેશો નહીં. તમારા પાવરમાં રહેવાનો અર્થ એ છે કે તમે શું કહો છો અને કેવી રીતે વર્તશો એના પર તમારું નિયંત્રણ છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જે વ્યક્તિ ખરેખર તમને હેરાન કરવા માગે છે તેની સલાહ સાંભળવાથી બિનજરૂરી ગૂંચવણો ઊભી થશે. જેમના ગ્રાહકો અને વિદેશમાં પ્રોજેક્ટ છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : તમે જે પડકારોનો સામનો કરો છો એમાં હેતુ શોધવો એ ખરેખર ઊંડા ઉપચાર તરફનું એક પગલું છે. તમારા ટ્રિગર પૉઇન્ટ્સને સ્વીકારો અને સભાનપણે એમના પર કામ કરો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
ક્યારેય ન બને એવી અનેક પરિસ્થિતિઓ વિશે વિચારવાને બદલે તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો.
લાઇફ ટિપ : તમારા ભૂતકાળના આધારે તમે જે ધારણા કરો છો એના પર એક નજર નાખો અને એને છોડી દો જેથી તમે પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમારી પાસે ઘણું બધું કરવાનું હોય અને પૂરતો સમય ન હોય તો ખૂબ જ સભાનપણે પ્રાથમિકતા નક્કી કરો. તમારા રોકાણ પોર્ટફોલિયો પર એક નજર નાખો અને જરૂરી ફેરફારો કરો.
લાઇફ ટિપ : મુશ્કેલ લોકો સાથે વ્યવહાર કરતી વખતે દયાળુ બનો. દરેકને સ્વીકાર્ય હોય એવું વાજબી સંતુલન શોધો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
લાંબા સમયથી ચાલતી કોઈ પણ કાનૂની બાબતોને વાસ્તવિક રીતે હૅન્ડલ કરવી જોઈએ. રોકાણો અને નાણાકીય બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : વ્યક્તિગત અને વ્યાવસાયિક બન્ને સ્તરે આગળ વધો અને સત્તા મેળવો. અન્ય લોકો પર સત્તા રાખવાને બદલે આંતરિક સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરો.
