ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સારી રીતે વિચાર-વિમર્શ કરો અને તમે કોની સલાહ લો છો એ બાબતે સાવચેત રહો. જેમની આર્થિક સ્થિતિ જટિલ છે અને જેમને મોટું દેવું ચૂકવવાનું બાકી છે એવા લોકોએ તેમના ખર્ચને સરળ બનાવવાનું વિચારવું જોઈએ. ઘરની કોઈ પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. તમને આ પરિસ્થિતિ ગમતી નથી એમ છતાં તમારે એનો ઉકેલ લાવવો પડશે. એને અવગણશો નહીં.
વર્ગોની શૅડો સાઇડ
આ રાશિના જાતકો અન્યની બાબતોમાં એટલા બધા ચિંતિત રહી શકે છે કે તેઓ પોતાની જાતને અને પોતાની ખામીઓને પણ અવગણી બેસે છે. તેઓ સામેની વ્યક્તિની લાગણીઓની પરવા કર્યા વિના એટલી હદ સુધી ટીકાત્મક બની શકે છે કે એ અસભ્યતા જેવું લાગે. તેઓ વધુ પડતું વિચારવાની વૃત્તિ ધરાવે છે જેને કારણે ખાસ કરીને મુશ્કેલ સમયમાં બિનજરૂરી જટિલતાઓ ઊભી થઈ શકે છે. તેમના ભયને કારણે તેઓ દરેક બાબતમાં અતિશય દખલગીરી કરવાની અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની વૃત્તિ કેળવી શકે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ઑફિસના નિયમોનું પાલન કરવામાં સમયનો બગાડ લાગતો હોય તો પણ એનું પાલન કરો. રોકાણની વ્યૂહરચનાની સમીક્ષા કરવા અને એમાં ફેરફાર કરવા માટે આ સારો સમય છે.
હેલ્થ ટિપ : તમે પોતાની સંભાળ નહીં રાખો તો કોઈપણ જૂની બીમારી વણસી શકે છે. કોઈપણ નવી દવા શરૂ કરતા પહેલાં અન્ય કોઈ નિષ્ણાતનો સેકન્ડ ઓપિનિયન ચોક્કસ લો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો ધીરજ અને મક્કમતાથી કરશો તો એ આપમેળે ઉકેલાઈ જશે. મિત્રતા અને સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : તમે શું ખાઓ છો એના પર ધ્યાન આપો. માફક નથી આવતો એવો ખોરાક લેશો નહીં. હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકોએ થોડી વિશેષ કાળજી લેવી જરૂરી છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમે તમારાં લક્ષ્યો વિશે સ્પષ્ટ હો તો મોટી ટીમ સાથે કામ કરતા લોકો માટે આ સમય સકારાત્મક છે. આર્થિક જોખમો લેવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમને માથાનો દુખાવો થતો હોય તો આંખોની તપાસ કરાવો. જેઓ સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખે છે તેમના માટે આ સમય સકારાત્મક છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારે જે કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારું ધ્યાન ભટકવા ન દો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ કદાચ આગળ વધવા માગી શકે છે.
હેલ્થ ટિપ : લાંબા સમય સુધી જાળવી લેવા મુશ્કેલ હોય એવા ફેરફારો કરવાને બદલે તમારી આદતોમાં નાનો ફેરફાર કરો. જો તમારે કોઈ વૈકલ્પિક શસ્ત્રક્રિયા કરાવવાની હોય તો સેકન્ડ ઓપિનિયન લો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જો તમે વાટાઘાટો સંભાળી રહ્યા છો અથવા ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો સંભવિત તમામ પ્રશ્નોના જવાબો સાથે તૈયાર રહો. સિંગલ લોકો માટે આ સમય સકારાત્મક છે.
હેલ્થ ટિપ : નિયમિત સમયે પૌષ્ટિક ભોજન લેવાનો પ્રયાસ કરો અને શક્ય હોય ત્યાં સુધી જન્ક-ફૂડ ટાળો. જેમની રોગપ્રતિકારક શક્તિ સંવેદનશીલ છે તેમણે વિશેષ કાળજી લેવાની જરૂર છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
પરિસ્થિતિઓનો ઝડપથી સામનો કરો અને બિનજરૂરી બાબતોમાં અટવાઈ ન જાઓ. સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ માટે આ સમય સકારાત્મક છે.
હેલ્થ ટિપ : જેમની પાચનશક્તિ સંવેદનશીલ છે તેમણે પોતાના આહાર બાબતે ખૂબ કાળજી રાખવી જોઈએ. પૂરતી અને શાંત ઊંઘ લેવાનું સુનિશ્ચિત કરો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જ્યારે જરૂર હોય ત્યારે પગલાં લો અને સહકાર તથા સમાધાન વચ્ચે સંતુલન જાળવો. ભૂતકાળની સમસ્યાઓ પર ધ્યાન આપવાને બદલે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો.
હેલ્થ ટિપ : તમારા ફૅમિલી ડૉક્ટર જેનો ઉપચાર કરી શક્યા નથી એવી સમસ્યા માટે કોઈ નિષ્ણાતની સલાહ લો. શ્વસનતંત્રનો રોગ ધરાવનારે થોડી વિશેષ કાળજી લેવી જોઈએ.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
તમારે જે જોઈએ છે એ કહો, પરંતુ યોગ્ય રીતે કહેશો તો એ વાસ્તવમાં બીજી વ્યક્તિ સુધી પહોંચશે. તમારાં નાણાકીય લક્ષ્યોનું પુનઃ મૂલ્યાંકન કરવાનો આ સારો સમય છે.
હેલ્થ ટિપ : કોઈ પણ જૂની સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. પીડા ઓછી કરવા ભારે ડોઝ લેવો પડી શકે છે. તમારી જીવનશૈલીમાં કોઈ પણ ચરમસીમાને ટાળો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
માત્ર એટલા માટે ઉતાવળિયા નિર્ણયો ન લો કે કોઈ બીજાને એ સારો વિચાર લાગે છે. જો તમે કોઈ પડકારજનક પ્રોજેક્ટ સંભાળી રહ્યા હો તો કામ પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ જાળવો.
હેલ્થ ટિપ : જો તમને અસ્થમાની તકલીફ હોય તો તમારા શ્વસનતંત્રનું વિશેષ ધ્યાન રાખો. તમારી આદતોમાં નાના-નાના સુધારા સમય જતાં તમને વધુ મજબૂત બનાવશે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમારે કોઈ જટિલ નિર્ણય લેવો હોય તો પૂરતી તપાસ કરો. કોઈ પ્રોજેક્ટ માટે પરંપરાગત અભિગમની સાથે-સાથે કંઈક અલગ કે નવીન વિચારોની પણ એકસાથે જરૂર પડી શકે છે.
હેલ્થ ટિપ : જો યોગ્ય કાળજી નહીં રાખો તો ઍલર્જી કે સાઇનસની સમસ્યા વણસી શકે છે. પીઠ અને કરોડરજ્જુની સમસ્યા ધરાવતા લોકોએ શરીર પર વધુ પડતો શ્રમ કે તાણ નાખવી ન જોઈએ.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
સકારાત્મક બાબતો પર ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારની કડવાશ રાખ્યા વિના ભૂતકાળને ભૂલી જાઓ. પરિવારની આર્થિક બાબતો અને રોકાણો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
હેલ્થ ટિપ : જો તમને કોઈ દીર્ઘકાલીન બીમારી હોય તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે સક્રિય પ્રયાસો કરો. નિયમિત અંતરે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ખાતરી કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
કામકાજ દરમ્યાન કોઈ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ક્રીએટિવ અભિગમની જરૂર પડી શકે છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિનો સામનો અત્યંત સાવચેતી અને સમજદારીપૂર્વક કરો.
હેલ્થ ટિપ : જો તમે વારંવાર ખાવાની ટેવ હોય તો તળેલા ખોરાક તથા મીઠાઈઓથી દૂર રહો. જો તમને મૂત્રાશય સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યાઓ હોય તો વિશેષ કાળજી રાખો.
