The Family Man Season 2 મનોજ બાજપેયીની નવી ફિલ્મની જાહેરાત, જાણો
મનોજ બાજપેયી
એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ-સીરીઝ ધ ફેમિલી મેનની બીજી સીઝનની ઘોષણા કર્યા બાદ મનોજ બાજપેયીએ પોતાની નવી ફિલ્મ ડિસ્પેચ (Despatch)ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. ક્રાઈમ જર્નાલિસ્ટના વિષય પર આધારિત ફિલ્મમાં મનોજ બાજપેયી ઈનવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની ભૂમિકા ભજવશે.
Enter the world of crime journalism with #Despatch. This edge of the seat thriller will be a direct to digital release!#FridaysWithRSVP@RonnieScrewvala @KanuBehl @BajpayeeManoj @ShahanaGoswami @rii_sen #ArrchitaAgarwal @pashanjal @HasanainHooda @thebombaybong #SiddharthDiwan pic.twitter.com/6vZQiyEc3F
— RSVP Movies (@RSVPMovies) January 29, 2021
ADVERTISEMENT
મનોજે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી છે. તેમણે લખ્યું- 'ડિસ્પેચ સાથે ક્રાઈમ જર્નાલિઝ્મની દુનિયામાં આવો.' આ થ્રિલર ફિલ્મ સીધી ડિજિટલ પ્લેટફૉર્મ પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન કનુ બહલ કરી રહ્યા છે, જ્યારે નિર્માણ રૉની સ્ક્રૂવાલાની કંપની આરએસવીપી કરી રહી છે. ફિલ્મમાં શહાની ગોસ્વામી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્દેશક કનુ બહલે 'ઓય લકી, લકી ઓય' અને 'લવ સે..' અને 'ધોખા' જેવી ફિલ્મો લખ્યા બાદ 'તિતલી' ફિલ્મથી ડાયરેક્ટર ડેબ્યૂ કર્યું હતું. તિતલી ક્રિટિકલી એક્લેમ્ડ ફિલ્મ છે.
2019માં આવેલી વેબ-સીરીઝ 'ધ ફૅમિલી મેન' બાદ મનોજ બાજપેયીની ડિજિટલ પ્લેટફૉર્મ પર હાજરી વધી છે. ગયા વર્ષે નેટફ્લિક્સ ઑરિજિનલ 'મિસિસ સીરિયલ કિલર'માં મનોજ બાજપેયી એક રોલમાં નજર આવ્યા હતા. આ થ્રિલર ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ લીડ રોલમાં હતી. ગયા વર્ષે 15 નવેમ્બરે રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' ઝી5 પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને ફાતિમા સના શેખ મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ છે. તેમ જ હવે એમેઝોન પ્રાઈમ વીડિયો પર ધ ફૅમિલી મેનની બીજી સીઝન 12 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થઈ રહી છે.
ધ ફૅમિલી મેન સીરીઝ રાજ એન્ડ ડીકેના નિર્દેશનમાં બની છે, જે થ્રિલર ફિલ્મો માટે જાણીતા છે. મનોજ બાજપેયીના પાત્રને કૌટુંબિક જવાબદારીઓ સાથે ખતરનાક મિશનને અંજામ આપતા જોઈને ફૅન્સ ઘણા ખુશ થયા છે. પહેલી સીઝનમાં 10 એપિસોડ્સ હતા. સીરીઝમાં મનોજ બાજપેયી સાથે શારિબ હાશ્મી, પ્રિયામણિ, શરદ કેળકર, નીરજ માધવ, ગુલ પનાગ અને દર્શન કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવ્યા હતા.

