કિલબિલ મોડમાં શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠી ‘મિર્ઝાપુર 2’ માટે ‘કિલબિલ’નાં ઉમા થર્મનના મૂડમાં આવી ગઈ છે. આ વેબ-સિરીઝમાં તે શ્રીયા પિલગાંવકર એટલે કે તેની બહેન સ્વીટી અને બબલુની ભૂમિકા ભજવનાર વિક્રાંત મેસીના મર્ડરનો બદલો લેતી જોવા મળશે. શ્વેતા તેમની હત્યાનો બદલો લેવા માટે આક્રમક બની જાય છે. ગોલુની ભૂમિકા ભજવતી શ્વેતાએ કહ્યું હતું કે ‘સિનેમૅટિક રેફરન્સ ઘણા બધા છે. એમાં પણ ‘કિલબિલ’ ટૉપ લિસ્ટમાં છે. ગોલુ એક એવા પ્રકારની મહિલા છે જે અગ્રેસર થાય છે. તે પીડિત નથી કે વિપદાનો સામનો કરવા માટે તે સ્ટ્રગલ કરે છે. ગોલુની ટકી રહેવાની એનર્જી મારી અંદર સમાયેલી છે. ગોલુની અંદર લોખંડી તાકાત છે, તેની અંદર બેકાબૂ રોષ છે. બીજી સીઝનનો અનુભવ અનોખો હતો. મેં કદી પણ કલ્પના નહોતી કરી કે આવી ભૂમિકા ભજવીશ. લોકોનો પ્રતિસાદ કેવો છે એ જાણવા માટે હું ઉત્સાહિત છું. આશા રાખું છું કે મારા ફૅન્સને કદી પણ ન જોયું હોય એવું રૂપ જોવા મળશે.’

