શ્રીનગરમાં ઝાકિર હુસેન અને ઓમકાર દાસની પસંદગી
શ્રીનગરમાં ઝાકિર હુસેન અને ઓમકાર દાસની પસંદગી
બૉબી દેઓલની સિરીઝ ‘આશ્રમ’ને કારણે વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર હાલમાં ચર્ચામાં છે. આ પ્લૅટફૉર્મ પર વધુ એક ચર્ચાસ્પદ સિરીઝ રિલીઝ થવાની છે જે કાશ્મીરી પંડિતો પર આધારિત હશે. આ સિરીઝનું ટાઇટલ ‘શ્રીનગર’ રાખવામાં આવ્યું છે અને એમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાત રજૂ થશે. આ સિરીઝને સનોજ મિશ્રા ડિરેક્ટ કરવાના છે. સનોજ મિશ્રા, સુશાંત સિંહ રાજપૂતની જિંદગી પરથી ‘સુશાંત’ નામની ફિલ્મ પણ બનાવવાના છે એવું કહેવાય છે.
‘શ્રીનગર’ સિરીઝની કાસ્ટમાં જાણીતા અભિનેતા ઓમકાર દાસ અને ઝાકિર હુસેનનાં નામ ફાઇનલ થઈ ગયાં છે. ઓમકાર દાસે ‘પીપલી લાઇવ’, ‘ન્યુટન’, ‘પીત્ઝા’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. તો મુખ્યત્વે વિલન તરીકે અથવા કૉમેડી રોલમાં જોવા મળતો ઝાકિર હુસેન ‘જૉની ગદ્દાર’, ‘શાગિર્દ’, ‘એક હસીના થી’, ‘અંધાધુન’ અને ‘સરકાર’ જેવી ફિલ્મો માટે જાણીતો છે.