ગુલશન દેવૈયા અને રાજકુમાર રાવ આગામી વેબ-સિરીઝ ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’માં સાથે જોવા મળવાના છે
ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયાને રાજકુમાર રાવ સાથે કામ કરવું બોરિંગ લાગે છે. ગુલશન દેવૈયાની વેબ-સિરીઝ ‘દહાડ’ હાલમાં જ રિલીઝ થઈ છે. ગુલશન દેવૈયા અને રાજકુમાર રાવ આગામી વેબ-સિરીઝ ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’માં સાથે જોવા મળવાના છે. આ સિરીઝ રાજ અને ડીકે બનાવી રહ્યા છે. સેટ્સ પરની વાતો શૅર કરતાં ગુલશન દેવૈયાએ કહ્યું કે ‘રાજકુમાર રાવ સૌથી વધુ બોરિંગ વ્યક્તિ છે. તે સેટ પર આવે છે, પોતાનું કામ કરે છે અને નીકળી જાય છે. કોઈની સાથે વાતચીત પણ તે ન કરે. હું અને રાજ સાથે બેસીને કામને લઈને અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. તે તો માત્ર આવીને પોતાનું કામ કરીને નીકળી જાય છે. મેં ઘણી વખત તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. મને એવું લાગે છે કે તેમને એકલા રહેવું ગમે છે. ઘણી વખત હું રાજ અને ડીકે સાથે બેસીને વાતો કરું છું. સાથે જ સેટ પર હાજર અન્ય ઍક્ટર્સ સાથે પણ વાતચીત કરું છું. કેટલાક લોકો આતુર હોય છે. તેઓ મારી પાસે આવીને સવાલો પૂછે છે. મને સારી રીતે જાણવા માગે છે. મને એમાં ખુશી થાય છે. જોકે મને લાગે છે કે હું, રાજ અને ડીકે બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા છીએ. બે વ્યક્તિ સાથે બેસીને થોડી વાતો કરે એવી કલ્પના હોય છે. તેની સાથે તો ‘કૈસા હૈ તૂ, હાં ઠીક હૈ’ બસ, એટલી જ વાત થાય છે.’
સંજય લીલા ભણસાલી સાથે કામ કરતી વખતે જો તમારી અંદર ધૈર્ય ન હોય તો તમારું દિમાગ ખરાબ થઈ જશે. સંજય લીલા ભણસાલી તેમના કામને ખૂબ ગંભીરતાથી લે છે અને પોતાના કામ પ્રતિ તેઓ સમર્પિત છે. સાથે જ તેમને એવી અપેક્ષા હોય છે કે અન્ય ઍક્ટર્સ પણ એટલું જ યોગદાન આપે. જોકે કેટલાક માટે તો એ અશક્ય હોય છે.

