કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે તેની ‘હ્યુમન’ને કારણે તે ડૉક્ટરને અલગ રીતે જોઈ શકી છે.
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે તેની ‘હ્યુમન’ને કારણે તે ડૉક્ટરને અલગ રીતે જોઈ શકી છે. આ શોને હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે જેમાં તે ડૉક્ટર સાયરા સબરવાલનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘આ પાત્ર હું ભજવી રહી હતી ત્યારે ડૉક્ટરના કેવા વિચાર હોય છે એ હું જાણી શકી હતી. ડૉક્ટર હોવું શું હોય છે એ હું જાણી શકી હતી. કોઈનું દુઃખ દૂર કરવા માટે પોતાનું વિચાર્યા વગર સામેની વ્યક્તિની નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી એ હું સમજી હતી. આ કારણસર હું ડૉક્ટરને અલગ નજરિયાથી જોઈ શકી છું.’

