પ્રોટેક્શનની અપીલ SCએ ફગાવતાં તાંડવના ઍક્ટર્સ-મેકર્સની થઈ શકે છે અરેસ્ટ
પ્રોટેક્શનની અપીલ SCએ ફગાવતાં તાંડવના ઍક્ટર્સ-મેકર્સની થઈ શકે છે અરેસ્ટ
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે અલી અબ્બાસ ઝફર અને સૈફ અલી ખાનની અરેસ્ટ સામે પ્રોટેક્શનની અરજીને ફગાવી દીધી હતી. આથી ‘તાંડવ’ના મેકર્સ અને ઍક્ટર્સની અરેસ્ટ થવાના ચાન્સ વધુ છે. મોહમ્મદ ઝીશાન અયૂબની પણ અરેસ્ટ થઈ શકે છે. તેમની અરેસ્ટ ન કરવામાં આવે એ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે આ માટે હાઈ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમ જ તેમની સામે છ વિવિધ રાજ્યમાં એફ.આઇ.આર. કરવામાં આવ્યો છે. આ તમામ એફ.આઇ.આરને એક કરવાની વિનંતી કરવામાં આવી હતી જે માટે એક વાર સુપ્રીમ કોર્ટ વિચાર કરી શકે છે એમ જણાવ્યું હતું. જોકે અરેસ્ટ સામે પ્રોટેક્શન માટે તેમને ફક્ત અને ફક્ત હાઈ કોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું.

