નવરાત્રિ સ્ટાઇલમાં સેલિબ્રેશન
ઝી ટીવીના ‘ઝી રિશ્તે અવૉર્ડ્સ’માં નવરાત્રિ સ્ટાઇલમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. 2020નું વર્ષ પૂરું થયું છે ત્યારે અનેક અવૉર્ડ શો આવી રહ્યા છે. છેલ્લાં 28 વર્ષથી ઝી પણ દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. કોરોનાના આ સમયમાં દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં તેઓ પણ કોઈ કસર છોડવા નથી માગતા. રવિવારે આ અવૉર્ડ્સ શોને ટીવી પર રજૂ કરવામાં આવશે જેમાં આ ચૅનલના શોના જાણીતા ચહેરાઓએ વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ કર્યા હતા. જોકે તેમણે નવરાત્રિ સ્ટાઇલ એટલે કે એ કલરફુલ કપડાંમાં આ પર્ફોર્મન્સ આપ્યા હતા.

