ગુજરાતી મૉડલ, અભિનેત્રી રિયા સુબોધ જન્મે નહીં પણ કર્મે ગુજરાતી છે. રિયા મૂળે અમદાવાદની છે પણ ઘણીવાર તમારી જન્મભૂમિ અને કર્મભૂમિ એક જ નથી હોતી. તે જ રીતે રિયા છેલ્લા ઘણાં વખતથી મુંબઈમાં મૉડલિંગ કરે છે સાથે જ તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. પણ આ વખતે તેને પહેલીવાર એક ચાલતી સિરિયલમાં 15 દિવસનું પાત્ર ભજવવા મળ્યું છે. આથી રિયા ખૂબ જ ખુશ અને ઉત્સાહી છે. આ વિશે ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતાં તેણે પોતાના પાત્ર વિશે અનેક ખુલાસા કર્યા છે તે જાણો અહીં...
26 December, 2022 01:54 IST | Mumbai | Shilpa Bhanushali