૨૦૨૦માં ખૂબ બિઝી હતી ટ્વિન્કલ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
ટ્વિન્કલ ખન્ના 2020માં ખૂબ બિઝી હતી. લૉકડાઉન હોવાથી સેલિબ્રિટીઝે ઘરે રહીને અનેક ઍક્ટિવિટીઝ કરીને પોતાને બિઝી રાખ્યા હતા. એક બુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘માર માટે આ ખૂબ જ વ્યસ્ત વર્ષ રહ્યું હતું. થોડાંક હાડકાં ભાંગ્યાં, ઑક્સફર્ડમાંથી રાઇટિંગનો કોર્સ પૂરો કર્યો, ટાઇપિંગને બદલે હાથેથી લખવાનું શરૂ કર્યું, મારી ચોથી બુક પર કામ શરૂ કર્યું, કેટલાક અજનબી અને પોતાના લોકો સાથે ઝઘડો કર્યો, બે મોટી ડીલનું નુકસાન થયું, નવા ફ્રેન્ડ્સ બનાવ્યા, ખૂબ દૂર સુધી ચાલી, નિર્ભયતાથી જીવી. પડકારોનો સામનો કર્યો અને આપણે આગળ વધતા ગયા.’

