TRP Rating: રામાયણ અને શ્રીકૃષ્ણ ટૉપ-5માં, TMKOC કઈ રેન્ક ઉપર?
ફાઈલ તસવીર
ડીડી નેશનલમાં ટેલિકાસ્ટ થતી શ્રીકૃષ્ણ સિરિયલ લોકોને ખૂબ ગમી છે. ટેઆરપી રેટિંગમાં લાંબા સમયથી તે ટોપ-5માં છે. લૉકડાઉન પછીથી ડીડીની સિરિયલ્સ ટીઆરપી લિસ્ટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. રામાયણ અને મહાભારતને લોકોએ ખૂબ પસંદ કરી છે.
ટીઆરપી રેટિંગના ફર્સ્ટ રેન્ક ઉપર ઝી ટીવીની સિરિયલ કુંડલી ભાગ્યનો સમાવેશ છે. બીજા ક્રમે દંગર ઉપર પ્રસારિત થતી રામાયણ, ત્રીજા નંબરે ડીડી નેશનલની શ્રીકૃષ્ણ અને ચોથા ક્રમે ઝી ટીવીની કુમકુમ ભાગ્યનો સમાવેશ છે. પાંચમાં ક્રમે સ્ટાર પ્લસની સિરિયલ અનુપમા છે. ગયા વખતની રેન્કિંગ કરતા આ વખતે ખાસ કંઈ ફરક જોવા મળ્યો નથી.
ADVERTISEMENT
ફક્ત ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો પહેલા નંબરે દંગલ ઉપર ટેલિકાસ્ટ થતી રામાયણ, બીજા નંબરે ઝી અનમોલની કુંડલી ભાગ્ય, ત્રીજા ક્રમે ઝી અનમોલની કુમકુમ ભાગ્ય અને ચોથા સ્થાને સ્ટાર ઉત્સવની સાથ નિભાના સાથિયા અને પાંચમાં ક્રમે મહિમા શનિદેવની છે.
શહેરી વિસ્તારોની વાત કરીએ તો પહેલા નંબરે કુંડલી ભાગ્ય, બીજા નંબરે અનુપમા, થર્ડ સોની ટીવીની ઈન્ડિયન બેસ્ટ ડાંસર, તે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને પાંચમાં નંબરે કુમકુમ ભાગ્ય છે.

