ભગવાન શ્રીરામને મહાનતા આપવાની સાથોસાથ દુન્યવી રીતે પણ અનેક પ્રકારના સંદેશાઓ આપી જતાં અનેક પાત્રો રામાયણમાં સમાયેલાં છે. એ પાત્રોમાંથી પસંદ કરેલાં કેટલાંક પાત્રો અને એમની ક્વૉલિટી તથા આજના સમયમાં પણ એ કેવી રીતે પ્રસ્તુત છે એ જાણવા જેવું છે.
હંમેશાં કહેવાયું છે કે તમે ત્યારે જ મહાન છો જ્યારે તમારી આજુબાજુમાં પણ મહાનતા ધરાવતા લોકો હોય. રામાયણ એવો જ એક ગ્રંથ છે જેણે ભગવાન શ્રીરામને સાધ્ય બનાવ્યા છે તો એ સાધ્ય સુધી પહોંચવા માટે તેમની આસપાસ અનેક એવાં પાત્રો આવ્યાં છે જે સાધ્ય એવા ભગવાન શ્રીરામ સુધી લઈ જવા માટે ઉપયોગી પુરવાર થાય છે. એ પાત્રોમાં અનેકાનેક ગુણો છે તો ગુણોની સાથોસાથ એ પાત્રોમાં અનેક પ્રકારનાં એવાં સત્ત્વો છે જે આજના સમયમાં પણ જીવનમાં અપનાવવામાં આવે તો જીવન સુખમય બનવાને પૂરું સક્ષમ બને છે. ચાલો, રામાયણમાં આવનારાં એ તમામ પાત્રો પૈકીનાં કેટલાંક પાત્રો, એ પાત્રોના ગુણ અને એમનામાં રહેલા સત્ત્વને જાણવાનો પ્રયાસ કરીએ....
22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shah