આ અગાઉ પણ ૨૦૧૮ અને ૨૦૨૦માં દિવ્યાંકા ત્રિપાઠીની પ્રેગ્નન્સી વિશે અફવાઓ ઊઠી હતી, જેને કપલે નકારી દીધી હતી. ૨૦૨૦માં વિવેક દહિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ પ્રેગ્નન્ટ નથી અને જ્યારે પણ આ ખુશખબર હશે તે ફૅન્સ સાથે જરૂર શૅર કરશે.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા
ટીવીની લોકપ્રિય જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લગ્નનાં લગભગ ૧૦ વર્ષ બાદ હવે બન્ને પોતાના પહેલા સંતાનનાં માતા-પિતા બનવા જઈ રહ્યાં હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે ૪૧ વર્ષની ઉંમરે દિવ્યાંકા મમ્મી બનવા જઈ રહી છે અને આ સમાચારથી બન્નેના પરિવારજનો ખૂબ જ ખુશ છે. હાલમાં દિવ્યાંકા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં તેના માટે બેબી શાવર સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે પરિવારજનો, નજીકનાં સગાંસંબંધીઓ તેમ જ મિત્રો હાજરી આપશે. જોકે આ બાબતે હજી સુધી કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ૨૦૧૮ અને ૨૦૨૦માં દિવ્યાંકા ત્રિપાઠીની પ્રેગ્નન્સી વિશે અફવાઓ ઊઠી હતી, જેને કપલે નકારી દીધી હતી. ૨૦૨૦માં વિવેક દહિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ પ્રેગ્નન્ટ નથી અને જ્યારે પણ આ ખુશખબર હશે તે ફૅન્સ સાથે જરૂર શૅર કરશે.
