રાજસ્થાન બાદ ચાલો હિમાચલ પ્રદેશની સફરે
ટ્રિપિન વિથ RnM
ટ્રાવેલિંગ, ઇતિહાસ, વિજ્ઞાન અને નૉલેજ સાથે મનોરંજન પીરસતી ચૅનલ ‘હિસ્ટરી ટીવી૧૮’ના ટ્રાવેલ-શો ‘રોડ ટ્રિપિન વિથ RnM’ (#RoadTrippinWithRnM)ની બીજી સીઝન આવવાની છે. આ ડિજિટલ ટ્રાવેલ વ્લૉગ સિરીઝમાં ટ્રાવેલર્સ અને ફૂડી એવા બે મિત્રો રૉકી સિંહ અને મયૂર શર્મા દર્શકોને પોતાની સાથે ૧૪ દિવસની સફરે લઈ જાય છે અને પોતાની રમૂજી શૈલીથી જે-તે સ્થળને લગતી અવનવી માહિતી પીરસે છે. કોરોના લૉકડાઉનના નિયમો સરળ થતાં સાવધાની રાખીને આ શોની પહેલી સીઝનનું શૂટ કરવામાં આવ્યું હતું અને એ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી. પહેલી સીઝનમાં રાજસ્થાન બતાવવામાં આવ્યું હતું અને હવે બીજી સીઝનમાં હિમાચલ પ્રદેશની સુંદરતા જોવા મળશે એટલે કે નવી જગ્યા, નવા લોકો, નવી ખાસિયતો અને નવી વાનગીઓ માણવા મળશે.
રૉકી સિંહ અને મયૂર શર્મા સોશ્યલ મીડિયા પર પણ પોતાના આ ઍડ્વેન્ચર વિશે પોસ્ટ મૂકતા હોય છે અને ફૉલોઅર્સ સાથે લાઇવ પ્રશ્નોત્તરી પણ કરે છે. તેમના વ્લૉગને અત્યાર સુધી ૨૦ મિલ્યન વિડિયો વ્યૂઝ મળી ચૂક્યા છે! ‘રોડ ટ્રિપિન વિથ RnM’ની બીજી સીઝન ૨૨ નવેમ્બરે એટલે કે ગઈ કાલે રિલીઝ થઈ છે.

