પહેલું ગંગાસ્નાન પણ પ્રતિજ્ઞા સમયે, બીજું પણ સેકન્ડ સીઝનના શૂટમાં
પહેલું ગંગાસ્નાન પણ પ્રતિજ્ઞા સમયે, બીજું પણ સેકન્ડ સીઝનના શૂટમાં
સ્ટાર ભારત પર સોમવારથી શરૂ થતા શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝન માટે હમણાં આખું ક્રૂ પ્રયાગ ગયું હતું. અલાહાબાદમાં ગયેલી ટીમ શૂટ ચાલુ કરે એ પહેલાં શોના હીરો અરહાન બહલે ગંગાસ્નાન કર્યું અને પોતાની જૂની યાદોને તાજી કરી. હકીકતમાં બન્યું હતું એવું કે જ્યારે ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની પહેલી સીઝન હતી ત્યારે પણ ટીમ પ્રયાગ ગઈ હતી અને એ સમયે પણ અરહાને ગંગામાં ડૂબકી લગાવી હતી. આ વાતને લગભગ ૧૦ વર્ષ થઈ ગયાં. હવે ફરીથી જ્યારે સેકન્ડ સીઝન આવે છે ત્યારે પણ શૂટ ત્યાંથી જ શરૂ કરવામાં આવ્યું, જ્યાં અગાઉ શૂટ કરવામાં આવ્યું હતું અને અરહાને પણ એ તકનો લાભ લઈને ગંગાસ્નાન કરી લીધું.
અરહાન બહલે કહ્યું કે ‘આને તમે ભાગ્ય કહી શકો. ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ મારી લાઇફમાં બીજી વાર આવી અને એવી જ રીતે ગંગાસ્નાન પણ મારા નસીબમાં બીજી વાર આવ્યું અને હું બીજી વખત મારી જાતને પવિત્ર કરી શક્યો. સાવ અનાયાસ આ બન્યું એની મને ખુશી છે.’


