સ્ટાર ભારત પર મિકાનો સ્વયંવર રચાવાનો છે
મિકા સિંહ
મિકા સિંહને એવી વાઇફ જોઈએ છે જે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે. સ્ટાર ભારત પર મિકાનો સ્વયંવર રચાવાનો છે. ‘સ્વયંવર : મિકા દી વોહતી’ની શરૂઆત ૮ મેએ થવાની છે. લગ્ન માટે તે ઘણા સમયથી તૈયાર નહોતો. આ શોમાં તેનો ફેવરિટ સ્પર્ધક કોણ રહેશે અને બૉલીવુડની કઈ સેલિબ્રિટીઝ એમાં ભાગ લેશે એવો સવાલ પણ તેને પૂછવામાં આવ્યો હતો. એનો જવાબ આપતાં મિકાએ કહ્યું કે ‘આ તો હજી શરૂઆત જ થઈ છે. મને એકદમ સીધી, ઇન્ટેલિજન્ટ અને સમજદાર લાઇફ-પાર્ટનર જોઈએ છે. તેને સ્વાદિષ્ટ ભોજન બનાવતાં આવડવું જોઈએ અને જો તેને નહીં આવડે તો હું તેને શીખવાડીશ. વાત કરું ફેવરિટ કન્ટેસ્ટન્ટની કે પછી કઈ બૉલીવુડ સેલિબ્રિટીઝ શોમાં આવશે તો એના વિશે હું પછી વિચારીશ. એના વિશે કંઈ પણ કહેવું એ ઉતાવળ ગણાશે.’


