પ્રેમ ચોપરા અને એકતા કપૂર કોરોનાની ચપેટમાં આવ્યા હતા
દ્રષ્ટિ ધામી (તસવીર સૌજન્ય: દ્રષ્ટિ ધામીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ) અને સુમોના ચક્રવતી
કોરોનાએ ફરી એકવાર માથું ઊચકવાનું શરૂ કર્યું છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ તેનો શિકાર બની રહ્યા છે. છેલ્લા મહિનાની વાત કરીએ તો ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં જ બોલિવૂડના જાણીતા વિલન પ્રેમ ચોપરા અને એકતા કપૂર કોરોનાની ચપેટમાં આવ્યા હતા. હવે સમાચાર છે કે ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી કોરોના સંક્રમિત થઈ છે.
તેણે સોશિયલ મીડિયા દ્વારા આની જાણકારી આપી છે. સુમોના ઘરે ક્વોરેન્ટાઈન છે. ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું કે “મને કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઇન કરી છે. હું એવા લોકોને તેમનો ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું કે જેઓ ગયા અઠવાડિયે મારા સંપર્કમાં આવ્યા છે.
ADVERTISEMENT
આ ઉપરાંત હવે નાના પડદાની જાણીતી અભિનેત્રી દ્રષ્ટિ ધામી પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના અહેવાલ છે. દ્રષ્ટિ ધામીએ સોશિયલ મીડિયા દ્વારા પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. દ્રષ્ટિ ધામી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર ખાસ પોસ્ટ પણ શેર કરે છે. દ્રષ્ટિ ધામી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના જીવન વિશે જણાવતી રહે છે.
ઉલ્લેખનીય છે કે ટીવીની ડ્રામા ક્વીનના નામથી પ્રખ્યાત એકતા કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તે જ સમયે, જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્હોને પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી હતી.


