Bigg Boss 14: કઈ વાત પર સલમાનને આવ્યો ગુસ્સો, રાહુલને કહીં દીધી આ વાત
સલમાન ખાન
કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. હવે શૉના આગામી એપિસોડના ટીઝરમાં સલમાન ખાન રાહુલને શૉથી બહાર જવા કહે છે.
ટીઝરમાં સલમાન ખાન શૉ જીતવા પ્રત્યે પોતાનું ડેડિકેશન નહીં દેખાડ્યા બદ્દલ રાહુલને કારણ પૂછે છે. રાહુલ પોતાનો પક્ષ રાખતા પહેલા જ સલમાન ખાન એને શૉ છોડવાનું કહે છે. ઘરના લોકો પણ ચોંકી ગયા છે. હવે રવિવારને ખબર પડી જશે કે આખરે કઈ વાત પર સલમાન ખાન ભડકી ગયા અને એેમણે રાહુલને આવું શા માટે કહ્યું.
ADVERTISEMENT
View this post on Instagram
આની પહેલા સલમાન ખાને રાહુલને સમજાવ્યું હતું કે છેલ્લો ટાસ્ક એટલે શાર્ક એટેક ટાસ્ક ફાઈનલ 4માં જગ્યા બનાવવા માટે હતો. એટલે ભલે છેલ્લા બે મહિનામાં રાહુલે સારું પ્રદર્શન કર્યું હોય પણ તેનો છેલ્લો ટાસ્ક તેને બચાવી શક્યો નહીં. જ્યારે રાહુલે ટાસ્કમાં રહેવા માટે કોઈ સખત મહેનત કરી નહોતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અભિનવ શુક્લા જેણે રાહુલ અને બાકી સદસ્યોને એક સ્પર્ધક તરીકે જોતા નહોતા, તેમની વિચારસરણને ખોટી સાબિત કરીને અભિનવે ફાઈનાલિસ્ટની રેસમાં સ્થાન બનાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે શનિવારે નિક્કી તંબોલી ઘરથી એવિક્ટ થઈ ગઈ છે. તેના બાદ હવે રવિવારે બીજુ એવિક્શન થશે. બિગ-બૉસ ખબરીના જણાવ્યું મુજબ રાહુલ જ તે બીજો કન્ટેસ્ટન્ટ છે, જે રવિવારે ઘરથી બેઘર થઈ જશે. આ સમાચાર બાદ રાહુલના સમર્થકો ઘણા નારાજ થઈ ગયા છે. સમર્થકો રાહુલ વિના શૉ નહીં ચલાવવાની વાત કરી રહ્યા છે.

