કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 જ્યાં કન્ટેસ્ટન્ટ ઝઘડા, લડાઈ, ટાસ્ક અને કાવતરું કરે છે, ત્યારે આ બધા સ્પર્ધકો તેમના અંગત જીવન વિશે પણ ખુલાસા કરતા નજર આવે છે, આવું જ કંઈક શૉના કન્ટેસ્ટન્ટ અને સિંગર રાહુ વૈદ્યએ કર્યું છે. એણે બિગ-બૉસના ઘરમાં હાજર બધા કન્ટેસ્ટન્ટ સામે એ વ્યક્તિનો ખુલાસો કર્યો છે, જેને તે પ્રેમ કરે છે. હકીકતમાં એ ખાસ વ્યક્તિનું નામ છે દિશા પરમાર. એટલું જ નહીં બિગ-બૉસમાં રાહુલે ઘૂંટણ પર બેસીને દિશાને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યો છે, તેમ જ દિશા આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 11 નવેમ્બર 1992ના રોજ દિલ્હીમાં થયો છે. તો ચાલો આપણે આજે જાણીએ એના વિશે વધુ અને કરીએ એની સુંદર તસવીરો પર એક નજર..
તસવીર સૌજન્ય - દિશા પરમાર ઈન્સ્ટાગ્રામ
11 November, 2020 03:31 IST