Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > AI ડીપફેક તસવીરો અને મોફર્ડ વિડિયોના દુરુપયોગ સામે રૂપાલી ગાંગુલીની બોમ્બે હાઈ કોર્ટમાં અરજી

AI ડીપફેક તસવીરો અને મોફર્ડ વિડિયોના દુરુપયોગ સામે રૂપાલી ગાંગુલીની બોમ્બે હાઈ કોર્ટમાં અરજી

Published : 04 November, 2026 02:39 PM | Modified : 04 November, 2026 07:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની વકીલ સના ખાન મારફત રૂપાલીએ હાઈ કોર્ટને વિવિધ પ્લૅટફૉર્મ પરથી તેની સાથે જોડાયેલી વાંધાજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપવા વિનંતી કરી હોવાનું કહેવાય છે.

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલી


રૂપાલી ગાંગુલીએ પોતાની તસવીરો, વિડિયો અને અન્ય અંગત ઓળખ સાથે જોડાયેલી બાબતોનો પરવાનગી વગર ઓનલાઇન અને ઑફલાઇન પ્લૅટફૉર્મ પર ઉપયોગ થતો હોવાના વિરોધમાં બૉમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો છે. રૂપાલીએ આક્ષેપ કર્યો છે કે અનેક બિઝનેસ અને વેબસાઇટ્સ દ્વારા તેની તસવીરોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીપફેક તસવીરો અને મૉફર્ડ વિડિયો સાથે અશ્લીલ કન્ટેન્ટ રજૂ કરતી વેબસાઇટ્સનો પણ સમાવેશ થાય છે. રૂપાલીએ જણાવ્યું છે કે અનેક બુટિક્સ દ્વારા તેની તસવીરો અને વિડિયોનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બુટિક્સમાં ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે વ્યવસાય કરતી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

રૂપાલીએ પોતાના પર્સનાલિટી રાઇટ્સ એટલે કે વ્યક્તિત્વ સંબંધિત અધિકારોના રક્ષણ માટે પણ કોર્ટમાં અરજી કરી છે. પોતાની ઓળખનો આગળ વધુ દુરુપયોગ ન થાય એ માટે તેણે કાનૂની રક્ષણ માગ્યું છે. પોતાની વકીલ સના ખાન મારફત રૂપાલીએ હાઈ કોર્ટને વિવિધ પ્લૅટફૉર્મ પરથી તેની સાથે જોડાયેલી વાંધાજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપવા વિનંતી કરી હોવાનું કહેવાય છે.



અનુપમામાં આવશે મોટો જનરેશન લીપ


આ પરિવર્તન પછી કલાકારોની આખી ટીમ બદલાવાની શક્યતા સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ `અનુપમા`માં ફરી એક વખત મોટો લીપ આવવાની ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે આ લીપ સાથે સિરિયલની વાર્તામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને સિરિયલની કલાકારોની ટીમમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અત્યાર સુધીના મોટા ભાગના કલાકારોને સ્થાને નવા ચહેરાઓ જોવા મળી શકે છે. જોકે મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી અનુપમાની ભૂમિકામાં યથાવત્ રહેશે અને લીપ બાદ અનુપમાના જીવનનો નવો અધ્યાય શરૂ થવાની શક્યતા છે. આગામી લીપ ક્યારે આવશે અને એના કારણે સિરિયલમાં કયા ફેરફારો થશે એ વિશે નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

૨૦૨૦માં १३ થયેલી `અનુપમા`માં અત્યાર સુધી ત્રણ નોંધપાત્ર લીપ જોવા મળ્યા છે. ૨૦૨૩ અને ૨૦૨૪માં આવેલા લીપને કારણે સિરિયલની વાર્તામાં મોટા ફેરફારો થયા હતા અને પછી એક નાનકડા લીપે વાર્તાને આગળ વધારવામાં મદદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK