તે શોમાં ચાર મહિના બાદ ફરી એન્ટ્રી કરી રહી છે. તે હવે રિયાના પાત્રને બ્રેઇનવૉશ કરતી જોવા મળશે જેથી તે રણબીરને ફરી પોતાની લાઇફમાં લાવી શકે
રેહાના પંડિત
રેહાના પંડિતનું હવે ‘કુમકુમ ભાગ્ય’માં ગ્રૅન્ડ કમબૅક કરી રહી છે. આ શોમાં ક્રિષ્ણા કોલ અને મુગ્ધા ચાફેકર લીડ રોલ ભજવી રહ્યાં છે. આ શોમાં ટ્વિસ્ટ અને ટર્ન માટે હવે રેહાના પંડિત ફરી કમબૅક કરી રહી છે. તે શોમાં ચાર મહિના બાદ ફરી એન્ટ્રી કરી રહી છે. તે હવે રિયાના પાત્રને બ્રેઇનવૉશ કરતી જોવા મળશે જેથી તે રણબીરને ફરી પોતાની લાઇફમાં લાવી શકે. આ વિશે વાત કરતાં રેહાના પંડિતે કહ્યું કે ‘ચાર મહિના બાદ હું ફરી શોમાં કમબૅક કરવા માટે ઉત્સુક છું. મારું આલિયાનું પાત્ર મારા દિલની ખૂબ જ નિકટ છે. શોમાં મારી એન્ટ્રી કેવી રીતે થશે એનું શૂટિંગ થઈ ગયું છે અને હું જોરદાર એન્ટ્રી કરવાની છું. આલિયા આ વખતે તોફાન લઈને આવવાની છે અને એ વ્યુઅર્સ માટે ઇન્ટરેસ્ટિંગ બનશે. હું એકદમ નવા અવતારમાં રી-એન્ટ્રી કરવાની છું. હું ફક્ત ગ્લૅમરસ કપડાંમાં જોવા નહીં મળું. હું હવે સિમ્પલ પઠાણી સૂટમાં જોવા મળીશ. આશા છે કે દર્શકો મને મારા નવા લુકમાં પસંદ કરશે.’

