હું ‘લૉક અપ’માં જઈ રહી છું એવા સમાચાર છાપવા પહેલાં મારો સંપર્ક કરવામાં આવ્યો હોત તો મને એ ગમ્યું હોત. જોકે હાલમાં હું ઘણા એક્સાઇટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છું.’
રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈએ કહ્યું છે કે તે ‘લૉક અપ’માં નથી જઈ રહી. કંગના રનોટ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા આ શોમાં તે જવાની હોવાની ચર્ચા ચાલી રહી છે. ‘બિગ બૉસ 15’માં જોવા મળેલી રશ્મિ હવે ‘લૉક અપ’માં ૧૬મી સ્પર્ધક તરીકે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે વાત કરતાં રશ્મિએ કહ્યું હતું કે ‘હાલમાં જે રિપોર્ટ બધા ચાલી રહ્યા છે એને લઈને હું જણાવવા માગું છું કે હું ‘લૉક અપ’માં કન્ટેસ્ટન્ટ તરીકે નથી જઈ રહી. મેં આવા જ ફૉર્મેટનો શો ‘બિગ બૉસ 15’ કર્યો છે અને હું હાલમાં મારાં કમિટમેન્ટ્સને લઈને ખુશ છું. હું હાલમાં કોઈ પણ ફુલ-ટાઇમ શો નથી શોધી રહી. જો મને ગેસ્ટ તરીકે શોમાં બોલાવવામાં આવશે તો હું મારા ફૅન્સ માટે એમાં જઈશ. હું ‘લૉક અપ’માં જઈ રહી છું એવા સમાચાર છાપવા પહેલાં મારો સંપર્ક કરવામાં આવ્યો હોત તો મને એ ગમ્યું હોત. જોકે હાલમાં હું ઘણા એક્સાઇટિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છું.’

