એજાઝ ખાન આ અગાઉ ‘કાવ્યાંજલિ’, ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’ અને ‘ભારતી ભાસ્કર’માં જોવા મળ્યો હતો
એજાઝ ખાન
‘બિગ બૉસ 14’માં જોવા મળનાર એજાઝ ખાનનું કહેવું છે કે લોકોને તેના વિશેની ખરી ઓળખ મળી ગઈ છે. એજાઝ ખાન આ અગાઉ ‘કાવ્યાંજલિ’, ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’ અને ‘ભારતી ભાસ્કર’માં જોવા મળ્યો હતો. ‘બિગ બૉસ’ની 14મી સીઝનમાં ભાગ લઈને તે તરત જ લોકપ્રિય બની ગયો હતો. આ શોને લઈને પોતાના વિચાર જણાવતાં એજાઝ ખાને કહ્યું હતું કે ‘તમારી જાતને દર્શાવવા માટેનું આ સૌથી વધુ પૉપ્યુલર પ્લૅટફૉર્મ છે. મને લાગે છે કે ત્યાર બાદથી લોકોએ માત્ર મારા એક જ ભાગને જ જાણ્યો, જે મીડિયાએ દેખાડ્યો હતો. ખરું કહું તો ‘બિગ બૉસ’માં તમે ઍક્ટિંગ ન કરી શકો. એથી મને લાગે છે કે લોકોએ મારી જાતને પણ ઓળખી છે.’
રિયલિટી શોમાં ભાગ લેવાથી તેની કરીઅર બદલાઈ ગઈ છે એનો જવાબ આપતાં એજાઝ ખાને કહ્યું હતું કે ‘એ વિશે મારી મિશ્ર લાગણી છે, કારણ કે મને નથી લાગતું કે કરીઅરમાં કંઈ પણ પરિવર્તન આવ્યુ હોય. હું રિયલિટી શોમાં ભાગ લેવાને મારી કરીઅર નથી બનાવવાનો. હું હંમેશાંથી ઍક્ટર રહ્યો છું અને આગળ પણ રહીશ. મને લાગે છે કે એનાથી જ મને પૉપ્યુલારિટી મળી છે. એનો હું ખૂબ આભારી છું. મારું માનવું છે કે એ વસ્તુ જ બદલાવ લાવી શકે છે. ‘બિગ બૉસ’ જેવા શો કરવાથી લોકોનો જોવાનો દૃષ્ટિકોણ જરૂર બદલાઈ જાય છે. લોકોએ રિયલમાં હું જે છું એને ઓળખી લીધો છે અને એ જ બાબત મને જોવાનો દૃષ્ટિકોણમાં વધારો કરે છે.’

