કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ
08 December, 2020 01:11 IST