પંડ્યા સ્ટોર વર્તમાનની રામાયણ છે
પંડ્યા સ્ટોર વર્તમાનની રામાયણ છે
સ્ટાર પ્લસ પર શરૂ થનારી નવી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’માં પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં આવ્યું છે એ ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથમાં રહેતા ગૌતમ પંડ્યાની વાત કહેવામાં આવી છે. પોતાનો પ્રોવિઝન સ્ટોર ધરાવતો ગૌતમ પંડ્યા કેવી રીતે પોતાના ભાઈઓની સાથે રહે છે અને પોતાના જીવનની એ સફરમાં પોતે કઈ હદે બલિદાન આપતો રહે છે એ દર્શાવવામાં આવ્યું છે. ખરેખર વર્તમાન સમયની રામાયણ છે આ સિરિયલ.
ગૌતમનું કૅરૅક્ટર કરતો કિંશુક મહાજન કહે છે, ‘આ શોને તમે વર્તમાનની રામાયણ કહી શકો. ફૅમિલીના દરેક મેમ્બરને ખુશ રાખવા એનું ધ્યાન રામાયણમાં રાખવામાં આવ્યું છે અને આ જ વાત ‘પંડ્યા સ્ટોર’માં પણ અમે કહીએ છીએ. ફૅમિલીથી આગળ અને એનાથી ઉપર કોઈ હોઈ ન શકે. ગૌતમ પોતાના ભાઈઓ માટે રામ સમાન છે, તે દરેક વાતમાં એનું ધ્યાન રાખે છે અને ભાઈઓ માટે તે કંઈ પણ કરવા તૈયાર રહે છે.’
કિંશુક મહાજન આ સિરિયલમાં ગુજરાતી કૅરૅક્ટર કરતો હોવાથી તેણે ગુજરાતી ભાષા ઉપરાંત ગુજરાતી લહેકો પણ શીખ્યો છે. કિંશુક કહે છે, ‘ગુજરાતી જેટલા સ્વીટ લોકો મેં જોયા નથી.