Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલના લગ્નનો રંગ થયો ફિક્કો, ના પહોંચી કોઈ મોટી બોલીવુડ સેલિબ્રિટી

કપિલના લગ્નનો રંગ થયો ફિક્કો, ના પહોંચી કોઈ મોટી બોલીવુડ સેલિબ્રિટી

Published : 13 December, 2018 03:49 PM | Modified : 26 December, 2018 03:01 PM | IST |

કપિલના લગ્નનો રંગ થયો ફિક્કો, ના પહોંચી કોઈ મોટી બોલીવુડ સેલિબ્રિટી

કૉમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ

કૉમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ


મહેમાનોની રાહ જોતા કપિલના લગ્નની તારીખ પણ બદલાઈ ગઈ, પણ લગ્નમાં ન આવ્યા બોલીવુડના કોઈ મોટાં સિતારાઓ. કૉમેડી કિંગ કપિલ શર્મા પોતે બોલીવુડ સિતારાઓની રાહ જોતો રહ્યો. એટલી રાહ જોઈ કે લગ્નની તારીખ 12 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર થઈ ગઈ, પણ બોલીવુડના નામી સેલેબ્સમાંથી કોઈ આવ્યું નહીં.

મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરીના લગ્નને કારણે શાહી તામઝામ હોવા છતાં કપિલના લગ્નનો રંગ ફિક્કો ને ફિક્કો. કૉમેડી કિંગ પોતે બોલીવુડ સિતારાઓના આવવાની રાહ જોઈ રહ્યો હતો. રાહ જોતાં જોતાં લગ્નની તારીખ 12 ડિસેમ્બર થી બદલાઈને 13 ડિસેમ્બર થઈ ગઈ. કપિલે મીડિયાને 7.15 વાગ્યાનો સમય ફોટોશૂટ માટે આપ્યો હતો, પણ તે રાતે 12 વાગ્યા પછી જ તૈયાર થઈને મીડિયાની સામે આવ્યો હતો.

કપિલે લગ્નમાં બોલીવુડની તમામ હસ્તીઓ અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકારણીઓને પણ આમંત્રણ આપ્યું હતું. મીડિયાની સાથે કપિલ પણ આ સિતારાઓની વાટ જોઈ રહ્યો હતો. દરમિયાન મેકઅપથી લઈને એક્સરસાઈઝ, સહેરો અને બીજી કેટલીય વિધિઓ કરી, અને છેવટે લગ્નનો દિવસ-તારીખ પણ બદલાઈ ગઈ, પણ કપિલની રાહ જોવી વ્યર્થ રહી. બોલીવુડમાંથી કોઈ પહોંચ્યું નહીં. માત્ર કપિલ શર્મા શૉના કાસ્ટ અને કેટલાક કૉમેડિયન પહોંચ્યા. તેમના સિવાય કેટલાક નામી પંજાબી ગાયકોએ પોતાની હાજરી નોંધાવી. 

ગુરદાસ માને પ્રસંગને રસપ્રદ બનાવ્યો



પ્રસિદ્ધ ગાયક ગુરદાસ માન સાથે કૉમેડિયન પ્રીતો


પ્રસિદ્ધ ગાયક ગુરદાસ માન સાથે કૉમેડિયન પ્રીતો

 


ફોટોશૂટ પછી કપિલ શર્મા 12.10 વાગ્યે લગ્ન માટે અંદર પહોંચ્યો તો ત્યાં મંચ પર પ્રસિદ્ધ ગાયક ગુરદાસ માન હતાં. તેની સાથે કૉમેડિયન પ્રીતો હતી. ગુરદાસ માને 'છલ્લા' ગાઈને ચાર કલાકથી લગ્નમાં કંટાળેલા લોકોમાં જાન ફૂંકી દીધી.

લગ્નના દિવસે પણ એક કલાક સુધી જિમમાં પસાર કર્યો


લગ્નના દિવસે પણ કૉમેડી કિંગ કપિલ શર્મા જિમ જવાનું ભૂલ્યો નથી. મેકઅપ પહેલા કપિલ શર્માએ ક્લબ કબાનાના જિમમાં બાઉન્સરોની સુરક્ષામાં લગભગ એક કલાક સુધી એક્સરસાઈઝ કરી. ત્યાર બાદ તે મેકઅપ માટે પહોંચ્યો.

જસબીર જસ્સીએ સંભળાવ્યું દિલ લે ગઈ કુડી પંજાબ દી

ગાયક જસબીર જસ્સી પણ લગ્નમાં આવ્યો હતો.  તેણે કહ્યું કે કપિલ સાથે તેની જુની મિત્રતા છે. જે રીતે કપિલે કૉમેડીને ક્ષેત્રમાં પ્રગતિના શિખર સર કર્યાં છે, તે પ્રાર્થના કરે છે કે જીવનમાં પણ તે આમ જ આગળ વધે. આ પ્રસંગે મીડિયા સાથે મુલાકાત થઈ ત્યારે તેણે 'દિલ લે ગઈ કુડી પંજાબ દી' પણ સંભળાવ્યું.

 

આજે તો જનરેટરના અવાજ પર પણ થશે ભાંગડા : રણજીત બાવા


પંજાબી ગાયક રણજીત બાવા પણ કપિલના લગ્નમાં શામેલ થયો હતો. મીડિયા સામે તેણે કહ્યું ફુરસતથી આવ્યો છું તો લગ્નમાં ભાંગડાનો સીન તો ધમાકેદાર કરાવીશ. તેને પૂછવામાં આવ્યું કે આજે તેણે કયા ગીત પર ભાંગડા કરવાનું નક્કી કરી રાખ્યું  છે તો તેણે કહ્યું કે આજે તો જા પણ ગીત વાગશે તેના સાદે ભાંગડા થશે. જનરેટરના અવાજ પર પણ ભાંગડા થશે. ચંદીગઢમાં શૂંટીંગ છોડીને પૂર્ણપણે ફ્રી થઈને આવ્યો છું. ખાલસા કૉલેજથી જ કપિલ સાથે નાતો બંધાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 03:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK