ચાર્મિંગ વિલન નિખિલ આર્ય
નિખિલ આર્ય
ઝીટીવી પર એકતા કપૂરના સુપરનૅચરલ થ્રિલર શો ‘બ્રહ્મરાક્ષસ’ની બીજી સીઝન શરૂ થઈ ગઈ છે. પહેલી સીઝનમાં ક્રિસ્ટલ ડિસોઝા અને અહમ શર્મા મુખ્ય કલાકાર હતા અને બીજી સીઝનમાં પર્લ વી. પુરી અને નિક્કી શર્મા લીડ રોલમાં છે, તો છેલ્લે ‘હૈવાન’ શોમાં જોવા મળેલો નિખિલ આર્ય ‘બ્રહ્મરાક્ષસ 2’માં વિલન તરીકે જોવા મળશે. નિખિલ આર્ય ‘કેસર’, ‘કસ્તૂરી’, ‘મહાભારત’, ‘ઉતરન’, ‘કુમકુમ ભાગ્ય’ જેવી ટીવી-સિરિયલોથી જાણીતો બન્યો છે અને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ સાથેનો તેનો સંબંધ ૨૦ વર્ષ જૂનો છે. ‘બ્રહ્મરાક્ષસ 2’માં તે એક પૈસાદાર અને ચાર્મિંગ પર્સનાલિટી ધરાવતો ‘વિલન’ બનશે. આ રોલ માટે શરૂઆતમાં નિખિલે પાંચ કિલો વજન વધાર્યું છે.
નિખિલ કહે છે કે ‘બ્રહ્મરાક્ષસ એ બાલાજી ટેલિફિલ્મ્સની સફળ સુપરનૅચરલ ફ્રૅન્ચાઇઝી છે. મેં અત્યાર સુધી રોમૅન્ટિક, નેગેટિવ અને માઇથોલૉજિકલ પાત્રો ભજવ્યાં છે, પણ ‘બ્રહ્મરાક્ષસ 2’માં મારું પાત્ર થોડું અલગ છે, કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી અને ફૅન્ટસી શો હોવાથી મને ઍક્ટ, રીઍક્ટ કે ઓવરરીઍક્ટ કરવાનો મોકો મળ્યો છે. દર્શકોને ગમે એ રીતે મારે જ પાત્રને રજૂ કરવાનું છે.’

