નેપોટિઝમ વિશે કૃષ્ણા અભિષેક બોલ્યો...
કૃષ્ણા અભિષેક
મનોરંજન-જગતમાં સગાવાદનો મુદ્દો સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ વધુ ઊછળ્યો છે. દરેક કલાકાર આ સંદર્ભે પોતાનો મત આપી રહ્યા છે. કેટલાકના મતે નેપોટિઝમને લીધે ટૅલન્ટની કદર નથી થતી તો કેટલાકે એને સહજ ગણાવ્યું છે. હવે આ અંગે ‘ધ કપિલ શર્મા શો’ની સપના એટલે કે કૃષ્ણા અભિષેકે પણ પોતાનો મત આપ્યો છે.
કૃષ્ણા કહે છે, ‘આખરે તો દરેક વ્યક્તિએ પોતે સંઘર્ષ કરવાનો છે. હા, હું ગોવિંદાનો ભાણિયો છું, પણ તેઓ મારા માટે કામ નથી કરતા. મારે પોતે જ પોતાની ટૅલન્ટ સાબિત કરવાની છે. એ કદાચ મને પ્રોજેક્ટ લાવી આપે, તો પણ મહેનત તો મારે જ કરવાની છે. નેપોટિઝમનો આમાં કોઈ રોલ નથી. તમે કયા પરિવારમાંથી આવો છો એ મહત્ત્વનું નથી. હું પણ ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી આવું છું અને મારે પણ વરુણ ધવનની જગ્યાએ હોવું જોઈએ, પણ હું મારી રીતે સંઘર્ષ કરું છું. કદાચ વરુણ ધવનના પિતા (ફિલ્મમેકર) ડેવિડ ધવન પણ એવું વિચારતા હશે કે તેમને કોઈ બીજી પોઝિશન પર હોવું જોઈએ. દરેકની પોતાની અલગ જર્ની અને સંઘર્ષ હોય છે.’

