Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હું નાનો હતો ત્યારે અને હવે ઘરડો થઈ રહ્યો છું ત્યારે પણ સુપરસ્ટાર તો અમિતાભ બચ્ચન જ છે

હું નાનો હતો ત્યારે અને હવે ઘરડો થઈ રહ્યો છું ત્યારે પણ સુપરસ્ટાર તો અમિતાભ બચ્ચન જ છે

Published : 07 October, 2024 12:03 PM | Modified : 07 October, 2024 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

KBCના બિગ બી બર્થ-ડે સ્પેશ્યલ એપિસોડમાં આમિર ખાન કહે છે.. જબ મૈં છોટા થા તબ સુપરસ્ટાર કૌન થા? ઑડિયન્સમાંથી અમિતાભ બચ્ચનનું નામ બોલાય છે.

આમિર ખાન

આમિર ખાન


અમિતાભ બચ્ચન ૧૧ ઑક્ટોબરે ૮૨મી વર્ષગાંઠ ઊજવવાના છે, પણ કૌન બનેગા કરોડપતિ (KBC)ના નવા પ્રોમોમાં તો તેઓ આમિર ખાન અને તેના દીકરા જુનૈદ સાથે ઑલરેડી બર્થ-ડે ઊજવતા દેખાય છે. પ્રોમોની શરૂઆત KBCના સ્પર્ધકો બિગ બીને જન્મદિવસની વધામણી આપે છે એનાથી થાય છે. એક સ્પર્ધક અમિતાભ માટે હૃદયસ્પર્શી કવિતા રજૂ કરે છે તો એક સ્પર્ધક તેમના માનમાં રૅપ સૉન્ગ ગાય છે. આમિર પણ અમિતાભના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ પર ડાન્સ કરીને ઉજવણીમાં જોડાય છે.


આમિર ખાન ત્યાર બાદ ઑડિયન્સને પૂછે છે, જબ મૈં છોટા થા તબ સુપરસ્ટાર કૌન થા? ઑડિયન્સમાંથી અમિતાભ બચ્ચનનું નામ બોલાય છે. ત્યાર બાદ આમિર બીજો સવાલ પૂછે છે, અબ મૈં બૂઢા હોને જા રહા હૂં તબ સુપરસ્ટાર કૌન હૈ? ઑડિયન્સમાંથી ફરી અમિતાભ બચ્ચનનું નામ લેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK