લોકોનું એવું માનવું છે કે દેબિના તેની એક દીકરી સાથે ભેદભાવ કરે છે.
ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે.
ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે. એવામાં લોકોનું એવું માનવું છે કે દેબિના તેની એક દીકરી સાથે ભેદભાવ કરે છે. આ સાંભળીને દેબિનાને ખૂબ ખરાબ લાગે છે. એને જોતાં વાઇફ દેબિનાનો પક્ષ લેતાં ગુરમીત કહે છે, ‘આવી વાતોથી દેબિનાને માઠું લાગી આવે છે. એક મા પોતાનાં બાળકો સાથે કઈ રીતે ભેદભાવ કરી શકે? કોઈ મૂર્ખ જ આવું વિચારી શકે છે. દેબિનાને હું સમજાવું છું કે નકામા લોકો જ આવી વાતો કરે છે. સોશ્યલ મીડિયામાં કાંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં તેઓ વિચારતા નથી. તેઓ જે કાંઈ કહે એની આપણી લાઇફ પર અસર ન થવી જોઈએ.

