સૌકોઈ શેહનાઝની આ વાતને બિરદાવી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે
શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા
શેહનાઝ ગિલને દુબઈમાં આયોજિત ‘ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઇટ’માં ‘રાઇઝિંગ સ્ટાર ઑફ ધ બૉલીવુડ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. પોતાને મળેલો આ અવૉર્ડ તેણે સિદ્ધાર્થ શુક્લાને સમર્પિત કર્યો છે. સૌકોઈ શેહનાઝની આ વાતને બિરદાવી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. આ અવૉર્ડ મળ્યા બાદ તેણે આપેલી સ્પીચ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એ વિડિયો-ક્લિપમાં શેહનાઝ કહી રહી છે, ‘હું આ અવૉર્ડ મારી ફૅમિલી, મારા ફ્રેન્ડ્સ અને મારી ટીમને સમર્પિત નહીં કરું, કેમ કે આ મારી મહેનતનું ફળ છે.’
અવૉર્ડની ટ્રોફી સામે જોઈને શેહનાઝ કહી રહી છે, ‘તૂ મેરા હૈ ઔર મેરા હી રહેગા, ઠીક હૈ?’
ADVERTISEMENT
છેવટે શેહનાઝ કહે છે કે ‘હું વધુ એક વાત કહેવા માગું છું. હું એક વ્યક્તિને થૅન્ક યુ કહેવા માગું છું. મારી લાઇફમાં આવવા બદલ અને આજે હું અહીં સુધી પહોંચી શકી છું એ બદલ, મારા પર આટલું ઇન્વેસ્ટ કરવા બદલ થૅન્ક યુ. સિદ્ધાર્થ શુક્લા આ અવૉર્ડ તારા માટે છે.’
શેહનાઝ સાથે ફોટો ક્લિક કરવા માટે ફૅન્સના ધસારાને જોઈને તેના બૉડીગાર્ડે લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો, એથી શેહનાઝે બૉડીગાર્ડ પર રોષે ભરાતાં જણાવ્યું, ‘એ લોકો માત્ર ફોટો ક્લિક કરે છે એમાં તમને શું તકલીફ છે.’

