Year Ender 2023: વર્ષ 2023 બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઈવેન્ટફુલ રહ્યું છે, જેમાં ઘણી બધી રોમાંચક વાતો, ફલ્મો અને સ્ટારસ્ટડેડ પાર્ટીઝ તેમજ ગ્લેમરસ વેડિંગ્સની સાથે ઘણાં બધા ડેબ્યુટન્ટસ પણ જોવા મળ્યા.
આપણે આ વર્ષે અનેક એવા સિતારાઓને જોયા જે પડદા પર પહેલીવાર પોતાનો અભિનય દર્શાવીને આપણાં મન પર રાજ કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય નામમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના દોહિત્રા અગસ્ત્ય નંદા, દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શેહનાઝ ગિલ, અલીજેહ અગ્નિહોત્રી, જે સલમાન ખાનની ભત્રીજી પણ છે અને આ સિવાય સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ, નયનતારા જેવા સિતારાઓએ પણ બૉલિવૂડમાં જબરજસ્ત ડેબ્યૂ કર્યો છે.
20 December, 2023 01:47 IST | Mumbai | Shilpa Bhanushali