અનીતા માટે બેબી શાવરનું આયોજન કર્યું એકતા કપૂરે
બેબી શાવરમાં અનીતા મિત્રો સાથે
અનિતા હસનંદાનીના બેબી શાવરનું આયોજન એકતા કપૂરે કર્યું હતું. આ બન્ને ખૂબ જ સારા ફ્રેન્ડ્સ છે. આ કાર્યક્રમમાં એકતા કપૂર, કરિશ્મા તન્ના, તનુશ્રી દાસગુપ્તા, ક્રિસ્ટલ ડિસોઝા, સનાયા ઈરાની સહિત તેના અનેક ફ્રેન્ડ્સ હાજર હતા. અનીતાએ યલો ડ્રેસ પહેર્યો હતો. આ ઇવેન્ટના કેટલાક ફોટો અનીતાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. ફોટોમાં તે અને તેનો હસબન્ડ રોહિત રેડ્ડી ખૂબ ખુશ દેખાઈ રહ્યાં છે. સૌકોઈ તેમને શુભેચ્છા આપી રહ્યા છે.

