આ વર્ષે એપ્રિલમાં દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો
ગુરમીત અને દેબિનાની દીકરી લિઆના
ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીએ તેમની લાડલી દીકરી લિઆનાની ઝલક દેખાડી છે. આ વર્ષે એપ્રિલમાં દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો. ગુરમીતે જે ફોટો શૅર કર્યો છે એમાં બન્ને તેમની દીકરીના માથા પર કિસ કરી રહ્યાં છે અને તેના પર વહાલ વરસાવી રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગુરમીતે અને દેબિનાએ કૅપ્શન આપી હતી, ‘ઇન્ટ્રોડ્યુસિંગ લિઆના. અમારું દિલ તેનામાં જ પરોવાઈ ગયું છે. અમારા દિલમાં ખૂબ પ્રેમ છલકાઈ રહ્યો છે એ વિચારીને કે અમે એક એવા સમાજમાં રહીએ છીએ જેમાં ખૂબ સારા લોકો છે. તેમણે અમારી દીકરી માટે પ્રાર્થના કરી. અમે તેનો ચહેરો જોવા માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.’