ગયા શુક્રવારે દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો
દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરી
દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરીએ શાનદાર રીતે તેમની દીકરીનું વેલકમ કર્યું છે. ગયા શુક્રવારે દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેમને લિઆના નામની એક દીકરી છે. તેમની બીજી દીકરીનો જન્મ સમય કરતાં વહેલો થયો હોવાથી તેને ડૉક્ટર્સના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી. હવે દીકરીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. એથી દીકરીને આવકારવા માટે ઘરને તેમણે ખૂબ જ સરસ રીતે શણગાર્યું હતું. કલરફુલ બલૂન્સથી ઘરને એક નવો લુક આપવામાં આવ્યો છે. સાથે જ કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું. એ તમામ ડેકોરેશનની ઝલક દેબિનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી.