અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં જણાવી દીધી હતી પરિવારની અંદરની વાત
અમિતાભ દીકરી શ્વેતા બચ્ચન સાથે
‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડમાં IIT દિલ્હીના વિદ્યાર્થી ઉત્સવ દાસ સાથે ગેમ રમતી વખતે હોસ્ટ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે તેમની દીકરી શ્વેતા ઇન્જેક્શનથી ડરે છે અને જ્યારે ઇન્જેક્શન મારવાનું હોય ત્યારે તેને બાંધવી પડે છે.
આ ગેમ શોમાં ઉત્સવ દાસે ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયા જીતી લીધા અને પછી અમિતાભે તેમને પચીસ લાખ રૂપિયાના પ્રશ્ન માટે એક સવાલ કર્યો હતો અને એમાંથી ઇન્જેક્શનની વાત નીકળી ત્યારે અમિતાભે કહ્યું હતું કે ખાસ કરીને મહિલાઓને ઇન્જેક્શનથી ડર લાગે છે.
ADVERTISEMENT
જોકે અમિતાભની આ વાત સાથે દર્શકોમાં બેઠેલી મહિલાઓ સહમત નહોતી. ત્યારે અમિતાભે દીકરી શ્વેતા બચ્ચનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ‘હું આવું કહી રહ્યો છું કારણ કે મારી દીકરીને ઇન્જેક્શન આપવું હોય તો તેને બાંધીને રાખવી પડે છે નહીંતર તે ભાગી જાય.’ અમિતાભની આ વાત સાંભળીને દર્શકો હસી પડ્યા હતા.

